ETV Bharat / state

સુરતમાં 40 લાખ ઈ-ચલણ બાકી, 1 હજારને નોટિસ ફટકારાઇ - surat

સુરત: વર્ષ 2013થી સુરતમાં ઈ-ચલણની શરૂઆત થઈ હતી, પરંતુ પેન્ડિંગ ઈ-ચલણનો આંકડો સાંભળીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો. સુરતમાં અત્યાર સુધી આશરે 40 લાખ ઈ-ચલણ પોલીસ દ્વારા મોકલી આપવામાં આવ્યાં છે. જેની દંડની રકમ સુરતીઓએ ભરી નથી. હવે સુરત ટ્રાફિક પોલીસ આ ઈ-ચલણની દંડની રકમ વસૂલ કરવા માટે હરકતમાં આવી છે અને આવા એક હજારથી વધુ લોકોને નોટિસ પણ ફટકારી દીધી છે.

40 લાખ ઈ-ચલણ બાકી, 1 હજારને નોટિસ ફટકારાઇ
40 લાખ ઈ-ચલણ બાકી, 1 હજારને નોટિસ ફટકારાઇ
author img

By

Published : Jan 13, 2020, 2:43 PM IST

સુરતના આશરે 54 એવા પોઇન્ટ છે, જ્યાં ટ્રાફિક વ્યવસ્થા અને દંડ વસૂલવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યાં છે. આ તમામ સ્થળે ત્રીજી આંખ એવા કેમેરા સુરતીઓના વાહનોના નંબર પ્લેટ અને તેમની ટ્રાફિક નિયમનની ગતિવિધિઓ પર નજર રાખે છે, તેમજ તેના દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકોને ઇ-ચલણ મોકલવામાં આવે છે. જેના હેઠળ લોકોને દંડની રકમ ભરવી પડે છે, પરંતુ તમને સાંભળીને આશ્ચર્ય થશે કે વર્ષ 2013થી લઈ અત્યાર સુધીમાં 40 લાખ જેટલા ઈ-ચલણ મોકલી તો આપવામાં આવ્યાં છે, પરંતુ, સુરતીઓએ આ દંડની રકમ ભરી નથી. આ દંડની રકમ કરોડોમાં છે. હવે આ તમામની ચલણના દંડ વસૂલવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આશરે એક હજારથી વધુ સુરતીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

40 લાખ ઈ-ચલણ બાકી, 1 હજારને નોટિસ ફટકારાઇ
આજે એક હજાર લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં મોટાભાગના ફોરવ્હીલર ચાલક અને રીક્ષા ચાલક છે કે જેઓ વારંવાર ટ્રાફિક નિયમના કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. કરોડોની કિંમતના આ 40 લાખથી વધુ ઈ-ચલાણમાંથી 1000 લોકોને આ નોટિસ ફટકારવામાં આવી છે. જેમના નામે લગભગ 40 જેટલા ઈ-ચલણ હોય. આ નોટિસ થકી સુરત ટ્રાફિક પોલીસે અપીલ કરી છે કે તેઓ પોતાના દંડની રકમ રૂબરૂ આવીને ભરી જાય. જો તેઓ આ નોટિસ મળ્યા બાદ પણ દંડની રકમ નહી ભરે તો તેઓ ઉપર કોર્ટ કાર્યવાહી શરૂ થશે.

Intro:સુરત : વર્ષ 2013થી સુરતમાં ઈ-ચલણની શરૂઆત થઈ હતી. પરંતુ પેન્ડિંગ ઈ-ચલણ નો આંકડો સાંભળીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો.. સુરતમાં અત્યાર સુધી આશરે 40 લાખ ઈ-ચલણ પોલીસ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે પરંતુ તેની દંડની રકમ સુરતીઓએ ભરી નથી.. હવે સુરત ટ્રાફિક પોલીસ આ ઈ ચલણની દંડની રકમ વસૂલ કરવા માટે હરકતમાં આવી છે અને આવા એક હજારથી વધુ લોકોને નોટિસ પણ ફટકારી દીધી છે..

Body:સુરતના આશરે 54 એવા પોઇન્ટ છે જ્યાં ટ્રાફિક વ્યવસ્થા અને દંડ વસૂલવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે.. આ તમામ સ્થળે ત્રીજી આંખ એવા કેમેરા સુરતીઓના  વાહનોના નંબર પ્લેટ અને તેમની ટ્રાફિક નિયમનની ગતિવિધિઓ પર નજર રાખે છે તેમજ તેના દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકોને ઇ-ચલણ મોકલવામાં આવે છે. જેના હેઠળ લોકોને દંડની રકમ ભરવી પડે છે. પરંતુ તમને સાંભળીને આશ્ચર્ય થશે કે વર્ષ 2013થી લઈ અત્યાર સુધીમાં 40 લાખ જેટલા ઈ-ચલણ મોકલી તો આપવામાં આવ્યા છે પરંતુ સુરતીઓએ આ દંડની રકમ ભરી નથી.. આ દંડની રકમ કરોડોમાં છે.. હવે આ તમામની ચલણના દંડ વસૂલવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આશરે એક હજારથી વધુ સુરતીઓને નોટિસ ફટકારવામાં આવી છે..

Conclusion:આજે એક હજાર લોકોને નોટિસ ફટકારવામાં આવી છે તેમાં મોટાભાગના  ફોરવ્હીલર ચાલક અને રીક્ષા ચાલક છે કે જેઓ વારંવાર ટ્રાફિક નિયમના કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. કરોડોની કિંમતના આ 40 લાખથી વધુ ઈ-ચલાણ માંથી 1000 લોકોને આ નોટિસ ફટકારવામાં આવી છે જેમના નામે લગભગ 40 જેટલા ઈ-ચલાણ હોય. આ નોટિસ થકી સુરત ટ્રાફિક પોલીસે અપીલ કરી છે કે તેઓ પોતાના દંડની રકમ રૂબરૂ આવીને ભરી જાય.. જો તેઓ આ નોટિસ મળ્યા બાદ પણ દંડ ની રકમ નહી ભરશે તો તેઓ ઉપર કોર્ટ કાર્યવાહી શરૂ થઈ જશે.

બાઈટ : બી. એન. દવે (ACP સુરત ટ્રાફિક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.