સુરત : જિલ્લાના માંગરોળના મોટા બોરસરા ગામે ગેસ ગળતરની ઘટના સામે આવી છે. નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ વાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થયું હતું. જેમાં ચાર કામદારોના શ્વાસ રૂંધાઇ ગયા હતા અને ચારેય કામદારોના મોત નિપજ્યા છે. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ સહિતનું તંત્ર ઘટના સ્થળે પહોચ્યું છે.
4 કામદારોના થયા મોત : કામદારોના મૃતદેહને કીમની સાધના હોસ્પિટલમાં લઈ જવાયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનું મટીરીયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલ પાસે પાંચેક જણાએ ડ્રમનું ઢાંકણું ખોલતા ગેસનું ગળતરની ઘટના બની હતી. જેમાં 5 લોકો બેભાન થઇ ગયા હતા. તે તમામને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 5 કામદારો માંથી 4 લોકોના મોત થયા છે. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
તંત્ર ઘટના સ્થળે પહોચ્યું : માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલએ જણાવતાં હતું કે, મોટા બોરસરા ગામે સાંજના સમયે આ ઘટના અંગેની માહિતી મળી હતી કે, નીલમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનું મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલની પાસે 5 લોકોએ ડ્રમનાં ઢાંકણાં ખોલતાં કેમિકલની ફ્યુમસને કારણે તેઓ ત્યાં બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ તેઓને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાંથી 4 લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. અને એક હાલમાં બેભાન અવસ્થામાં છે. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સેમ્પલિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસે માલિકની ધરપકડ કરી છે.
મૃતકોનાં નામ આ પ્રમાણે છે : આ ઘટનામાં આરોપી માલિકના પુત્ર અમિન પટેલનું પણ મોત થયું છે. ઈમ્તિયાઝ પટેલ (ઉં.વ.45), અમિન પટેલ (ઉં.વ.22), અરુણ વસાવા (ઉં.વ.22) અને ઘાંચીરામ (ઉં.વ.54).
અપડેટ ચાલું છે...