- સુરત ગ્રામ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો
- સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના 37 કેસ નોંધાયા
- કોરોનાના કારણે 1 દર્દીનું મોત
સુરતઃ ગ્રામ્યમાં કોરાનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, બુધવારે ગ્રામ્યમાં કોરોના વાઈરસના માત્ર 37 કેસ નોંધાયા હતા. જોકે, કોરોના વાઈરસના કારણે માંડવીની 45 વર્ષીય મહિલાનું મોત પણ થયું હતું. બુધવારે વધુ 61 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર લઈ સંપૂણ સ્વસ્થ થયા હતા. જ્યારે હાલ 849 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરત ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31, 736 પર અને મુત્યુઆંક 474 પર પહોંચી ગયો હતો. જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 30,413 પર પહોંચી છે.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં કોરાનાના 62 નવા કેસ નોંધાયા
મહુવા તાલુકામા કોરાનાના 10 કેસ નોંધાયા
બુધવારે સૌથી વધુ કેસ મહુવા તાલુકામા નોંધાયા હતા. મહુવામાં 10 જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો ચોર્યાસીમાં 05, ઓલપાડમાં 04, કામરેજમાં 08, પલસાણામાં 04, બારડોલીમાં 03, મહુવામાં 10, માંડવીમાં 02, માંગરોળમાં 01 કેસ નોંધાયો હતો.