સુરત : પાંડેસરા વિસ્તારમાં ઘરની બહાર રમી રહેલી શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઇને પરિણીત પુરુષે દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહીં જ્યારે બાળકીએ પ્રતિકાર કરતા આરોપીએ બાળકીની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાળકીને રૂમમાં ગોંધી રાખીને રૂમની બહાર તાળું મારી આરોપી નાસી ગયો હતો. બાળકીના પિતાએ કરેલી ફરિયાદના આધારે આખરે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
ચાર વર્ષની બાળકીને પીંખી નાખી: પોલીસના જણાવ્યા અનુસાર ગત 11 નવેમ્બરના રોજ સુરતમાં એક શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી, ત્યારે 29 વર્ષીય રંજન બિસાલ નામના આરોપી બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો, અને બાળકીને નિર્વસ્ત્ર કરીને શારીરિક સંબંધ બાંધતો હતો, એ સમયે બાળકીએ બૂમાબૂમ કરતા તેણીના ચહેરા, ગળા અને માથાના ભાગે ઇજા પહોંચાડીને મારી નાંખવાની કોશિશ કરી હતી. ઉપરાંત આરોપી રંજન બિસાલે બાળકીને રૂમમાં ગોંધી રાખીને દરવાજાને તાળું મારીને ભાગી છૂટ્યો હતો. બાળકીની શોધખોળ કરી રહેલા પરિવારના લોકોને બાળકીના રડવાની અવાજ આવતા આરોપીના રૂમ સુધી પહોંચ્યા હતા, અને આ સમગ્ર મામલે બાળકી ના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે જાણ થતાં બાળકીના વાલીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બાળકીની હત્યાનો કર્યો પ્રયાસ: આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જર એ જણાવ્યું હતું કે, પીડિત બાળકી જ્યારે પોતાના ઘરની બહાર રમી રહી હતી. ત્યારે તેના પાડોશમાં રહેતા આરોપી રંજન તેને બદકામ કરવાના ઇરાદે પોતાના રૂમમાં લઈ ગયો હતો. આરોપીએ બાળકીના કપડા કાઢી તેની સાથે દુષ્કૃત્ય આચર્યુ હતું. ત્યારે બાળકીએ બુમાબૂમ કરતા આરોપી રંજને તેણે માર મારી ચહેરા તેમજ ગળાના ભાગે અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકીને આંતરિક ઇજાઓ થઈ હતી તેમજ બાળકીને મારી નાખવાની કોશિશ આરોપી દ્વારા કરવામાં આવી હતી.
પોલીસે આરોપીને દબોચ્યો: હાલ તો બાળકીની બાળકીની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ આરોપીની શોધખોળ કરવા માટે પોલીસે એક ખાસ ટીમ બનાવીને આરોપીને સુરતના પાંડેસરા વિસ્તારથી ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને કાપડના કારખાનામાં નોકરી કરે છે. તેમજ વતન યુપીમાં તેને પણ પાંચ વર્ષીય બાળકી અને પત્ની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોતાની પુત્રી જેટલી ઉંમરની બાળકી ઉપર દુષ્કર્મ આચરતા લોકોમાં ફિટકારની લાગણી ફેલાય છે. તો બીજી તરફ આરોપી સામે દુષ્કર્મને હત્યાની કોશિશ સહિત પ્રોટેક્શન ફ્રોમ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.