સુરત: તારીખ 30 મે વર્ષ 2021 ના રોજ સુરતના સચિન ખાતે આવેલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક્સપોર્ટ કરાતા હીરાના કન્સાયમેટની તપાસ ડીઆરઆઇ અને કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં અને એક જ ચોકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. સેઝ ખાતે કાર્યરત યુનિવર્સલ જેમ્સ દ્વારા વિદેશમાં જે લેબગ્રોન હીરા મોકલવામાં આવતા હતા તે રીયલ ડાયમંડ હતા. એક્સપોર્ટના મામલે કસ્ટમ વિભાગે અંગેની જાણકારી કંપની તરફથી કરવામાં આવી ન હતી અને સંપૂર્ણ ખેલ કરવામાં આવી રહ્યો હતો.
દિલ્હીથી ધરપકડ: યુનિવર્સલ જેમ્સ કંપની પાસે લેબગ્રોન હીરાના એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ માટે લાઇસન્સ પણ હતું. પરંતુ કંપની રિયલ ડાયમંડ એક્સપોર્ટ કરી રહી હતી. કસ્ટમ વિભાગએ કંપનીના તમામ હિરા જપ્ત કરી લીધા હતા. કંપનીના માલિકની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન કસ્ટમ વિભાગએ જે હીરા જપ્ત કર્યા હતા. તેની વેલ્યુએશન કિંમત 204 કરોડ રૂપિયા હોવાનું બહાર આવતા કસ્ટમ વિભાગ પણ ચોંકી ઉઠયું હતું. કંપનીના માલિક મિત કાછડિયા ઓફિસ અને ઘર પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. મીત કાછડીયા લાંબા સમય સુધી દુબઈ ફરાર થઈ ગયો હતો. જોકે થોડા સમય બાદ તેની દિલ્હીથી ધરપકડ પણ કરાઈ હતી.
284 કરોડ રૂપિયા ચૂકવવા પડે: યુનિવર્સલ જેમ્સ દ્વારા એક્સપોર્ટ માટે જે બે પાર્સલ મૂક્યા હતા. તે અંગે જણાવ્યું હતું કે એક પાર્સલમાં 12,000 કેરેટ જ્યારે બીજા પાર્સલમાં 20,000 કેરેટના હીરા છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એક પાર્સલમાં 26,000 જ્યારે બીજામાં 27,000 કેરેટ હીરા હોવાનું બહાર આવ્યું હતું અને મોટાભાગે રીયલ ડાયમંડ હતા. કાછડીયા સામે કસ્ટમ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આવકવેરા વિભાગ કરી તપાસ: રિડમ્પશન અને પેનલ્ટી પેટે 284 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાં પેનલ્ટી તરીકે હીરાની કિંમત 204 કરોડ રૂપિયા અને હીરા છોડાવવા માટે 80 કરોડ રૂપિયા મળી કુલ 284 કરોડ રૂપિયા ચૂકવવા પડે. હાલ આ સમગ્ર મામલે હવે આવકવેરા વિભાગ પણ તપાસ શરૂ કરી છે. 204 કરોડ રૂપિયાના હીરા પર અટેચમેન્ટ મૂક્યો છે આવનાર દિવસોમાં પ્રોસીકયુશનની કાર્યવાહી થશે.