સુરત: 14 વર્ષની સાવકી દીકરી પર દુષ્કર્મ મામલે આરોપી પિતાને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપી પિતા દ્વારા ગત 2022માં પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ આચાર્ય હોવાનું માતાને દીકરીએ જણાવતા માતાએ દીકરીના પિતાને પૂછતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. અંતે સમગ્ર મામલે સ્થાનિક સલાબતપુરા પોલીસ મથકમાં સગીર પુત્રીના સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેથી પોલીસ તપાસ બાદ પોક્સો એક્ટ સહિત વિવિધ કલમ હેઠળ ગુનો નોંધો પિતાની ધરપકડ કરી હતી.
'આ ઘટમાં ગત 2022માં સલાબતપુરા વિસ્તારમાં બની હતી જેમાં પરિવારની 14 વર્ષની દીકરીનું પેટ વધતા માતા દવાખાને લઈ ગઈ હતી. ડોક્ટરે દવા આપીને રવાના કરી હતી. પીડિતાએ પણ માતાને જવાબ આપ્યો નહતો. પરંતુ પેટ ઓછું ન થતા ફરી તપાસમાં 3 મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે માતાએ દીકરીને પૂછતાં આરોપી પિતા અનિલ રાજપૂતે દ્વારા તેમની સાથે અવરનવર રાત્રે તેની પાસે આવી મરજી વિરુદ્ધ ગંદું કામ કરતો હતો. ઘરના સભ્યો સૂઇ જતા ત્યારે અનેકવાર આવું કર્યું હતું. દીકરીના આ નિવેદનને લઈને દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.' -દિપેશ દવે, સરકારી વકીલ
આરોપી પિતાની ધરપકડ: તેમને વધુમાં જણાવ્યું હતું કે અંતે સમગ્ર મામલો અંતે સમગ્ર મામલે સ્થાનિક સલાબતપુરા પોલીસ મથકમાં સગીર પુત્રીના સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસ તપાસ બાદ પોક્સો એક્ટ સહિત વિવિધ કલમ હેઠળ ગુન્હોનોંધી આરોપી પિતા અનિલ રાજપૂતની ધરપકડ કરી હતી. અને પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી અને ત્યારબાદ આ કેસ ફાસ્ટરેક કોર્ટમાં ચલવામાં આવ્યો હતો અને અંતે આજરોજ ફાસ્ટ ટ્રેક કોર્ટના વિશેષ ન્યાયાધીશ કિશોરકુમાર હિરપરા દ્વારા સમગ્ર પુરાવાને આધીન આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે.
પવિત્ર સંબંધને લજવતો કિસ્સો: ઉલ્લેખનીય છેકે, ભારતીય સંસ્કૃતિમાં પરિવારના દરેક સભ્યના એકબીજા સાથેના સંબંધોને ગરિમાપૂર્ણ દરજ્જો પ્રાપ્ત છે. ચાહે એ સંબંધ ભાઈ-બહેનનો હોય કે પિતા-પુત્રીનો. જોકે, પિતા-પુત્રીના આવા ગરિમાપૂર્ણ અને પવિત્ર સંબંધને લજવતો કિસ્સો છે.આ કેસમાં પણ સરકારી વકીલ દિપેશ દવેએ દલીલો કરી હતી કે બાળકીએ અનૌરસ બાળકને જન્મ આપ્યો છે, જેની પુરી જવાબદારી બાળા પર આવી છે. તે કોર્ટે નોંધ્યું કે આરોપી સાવકો પિતા છે અને બાળકીના રક્ષણની જવાબદારી તેની હતી પરંતુ અધમ અને ગંભીર તેમજ તેણે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, સમાજ વિરોધી કૃત્ય આચર્યું છે. બાળાના સન્માનને ઠેસ પહોંચાડનાર સમાજમાં ક્લંકરૂપ ગુનો આચરેલો છે.