મહત્વનું છે કે. સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડમાં સામેલ કેટલાક મોટા માથાઓ આજે પણ બિંદાસ્ત ફરી રહ્યા છે. ત્યારે DGVCLની વધુ એક બેદરકારી છતી થઈ ગઈ છે. જો કે, આ ઘટનામાં પણ DGVCLના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરાય છે કે, કેમ તે મોટો સવાલ ઉભો થયો છે.
પુણાગામની નરવેદ સાગર સોસાયટીમાં જરીના કામ માટે બે યુવતીઓ આવતી હતી. જેમાં આ બન્ને યુવતીઓ થાંભલા પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બન્નેને કરંટ લાગ્યો હતો. એકને સોસાયટીવાસીઓએ લાકડાના ફટકા મારીને બચાવી લીધી હતી. જ્યારે એક યુવતીને બચાવી શક્યા નથી. આ ઘટના બાદ લોકો એકત્ર થઇ ગયા હતા અને મૃતક યુવતી કાજલ વિનુભાઈ ચાવડા હોવાનું બહાર આવ્યું હતું. CCTV કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે, એક યુવતીને કરંટ લાગે છે અને તે ત્યાં જ ઢળી પડે છે. આ ઘટના બાદ GEBના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
નરવેદ સોસાયટીના પ્રમુખ અશ્વિન હરીભાઈએ 17 જુનના રોજ લેટર પેડ દ્વારા સોસાયટીના મેઈન રોડ પર ગાળા નં. 69ની એકદમ નજીક ઈલેક્ટ્રીકના વાયર હોવાથી રહેવાસીઓ માટે જીવનું જોખમ થઈ શકે છે તેવી લેખિતમાં રજુઆત પણ DGVCLમાં કરી હતી. આ નડતર ઈલેક્ટ્રીકનો વાયર થોડો દૂર ખસેડવા ફરિયાદ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આ વાત પ્રત્યે ધ્યાન ન અપાતા યુવતીનું મોત થતાં રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.