સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University) પેપર લીક હોય કે પછી પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ચોરીનો મામલો સામાન્ય વાત બની હોય એમ લાગી રહ્યું છે. કેમકે ફરી વાર એવો બનાવ સામે આવ્યો છે. જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 196 વિદ્યાર્થીઓ (Student Cheating in Exam) પરીક્ષામાં કોપી કરતા પકડાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ (Student Cheating in Exam) સ્માર્ટ વોચ અને માઇક્રો ઝેરોક્ષ કોપીનો ઉપયોગ કરી પરીક્ષામાં કોપી કરતા પકડાયા છે. આ તમામ વિદ્યાર્થીઓ વિરુદ્ધ યુનિવર્સિટીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુનિવર્સિટીમાં પેપર લીક ફરી એક વખત યુનિવર્સિટીની વિવિધ કોર્ષની પરીક્ષામાં 196 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા પકડાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ અને માઇક્રો ઝેરોક્ષ કોપીનો ઉપયોગ કરી પરીક્ષામાં (Students Examination Cheating surat) કોપી કરતા પકડાયા છે. આ તમામ વિદ્યાર્થીઓ વિરુદ્દ યુનિવર્સિટીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોઈ મોટી ઘટના નથી આ બાબતે ને લઈને (Students Examination Cheating surat) વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલ સચિવ જણાવ્યું કે, આ કોઈ મોટી ઘટના નથી. આ ઘટના થતી જ હોય છે. અને આમાં સતત વિદ્યાર્થીઓ પકડાતા હોય છે. અમને એવી ઘટનાઓ સામે આવી હતી કે કેટલાક વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ, માઈક્રો ઝેરોક્ષ લઈને બેઠો હોય છે. પરંતુ જ્યારે આવા કિસ્સાઓ અમારી સમક્ષ આવતા હોય છે. જે તે કોલેજ યુનિવર્સિટીને આ બાબતે જાણ કરતી હોય છે.
બે વર્ષની સજા કુલ સચિવએ વધુમાં જણાવ્યુંકે, આ મામલે અમારી સ્કોડ પરીક્ષાના સમયે જે તે કોલેજોમાં અચાનક મુલાકાત કરતી હોય છે. અને આ માટે અમે મહિલા સ્કોડ પણ બનાવી છે. અને આ સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન જે તે વિદ્યાર્થીઓ પકડાતા હોય છે. અને પકડાલા વિદ્યાર્થી ઓને કાયદેસરની કરવાની શૂન્ય માર્ક થી લઈને એક થી બે વર્ષની સજા જો કોઈ ગંભીર મામલો હોય તો જે તે વિદ્યાર્થીને પાંચ વર્ષની સજા ની જોગવાઈ કરવામાં આવી છે.