ETV Bharat / state

સ્ટંટ વીડિયો બનાવનાર 13 વર્ષના કિશોરનું ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 13 વર્ષના કિશોરનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેના જ ઘરની ગેલેરીમાંથી મળી આવ્યો. ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે. મીત સ્ટાફ સહિત ડાન્સના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા કરતો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, સ્ટંટ કરતી વખતે કદાચ તેની સાથે દુર્ઘટના બની હશે અને તેનું કરૂણ મોત થયું છે. જો કે, પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

author img

By

Published : May 13, 2021, 11:45 AM IST

13 વર્ષના કિશોરનું ગળે ફાંસો ખાઇને મોત
13 વર્ષના કિશોરનું ગળે ફાંસો ખાઇને મોત
  • 13 વર્ષીય મીત પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતો
  • સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો અને ગીતો ગાવાનો શોખ હતો
  • બાલ્કનીમાં ફાંસો ખાધેલી હાલતમાં મીત મળી આવ્યો

સુરત : સરથાણા વિસ્તારમાં રહેતા અને આઠમા ધોરણમાં ભણતો 13 વર્ષીય મીત પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતો હતો. આ બાબતે તેને અનેક વાર માતા-પિતા દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. મૂળ અમરેલી જિલ્લાના ગામના વતની અશ્વિન લક્ષ્મણ વીરળીયા સુરતમાં એમરોડરી ટેક્સ્ટાઇલ ખાતું ચલાવે છે. તેમના 13 વર્ષીય પુત્ર મીતને સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો અને ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો. તે સતત વીડિયો બનાવીને સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ પણ કરતો હતો.

આ પણ વાંચો : રાજકોટમાં બિલ્ડીંગના પાંચમા માળેથી બાળક નીચે પડી જતાં થયું મોત
મીતે અત્યારસુધી 400થી પણ વધુ વિડીયો બનાવ્યા હશે
કોરોના સંક્રમણના કારણે શાળાઓ બંધ છે. ત્યારે તે આવા વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર મુકતો હતો. છેલ્લા ઘણા સમયથી તે વીડિયો બનાવી સોશિયલ પ્લેટફોર્મ ઉપર મુકતો હતો. અત્યારસુધી 400થી પણ વધુ વિડીયો બનાવ્યા હશે એવું પરિવાર કહેવું છે.

મીત મોટાભાગે ઘરની બાલ્કનીમાં જ રમતો અને સ્ટંટ કરતો

મીત મોટાભાગે ઘરની બાલ્કનીમાં જ રમતો અને સ્ટંટ કરતો હતો. મીતના પિતા અશ્વિને જણાવ્યું હતું કે, તેને સ્ટંટ કરવાનું ખૂબ જ પસંદ હતું. કદાચ સ્ટંટ કરતી વખતે આ ઘટના બની હશે. અમે લોકોને અપીલ કરી શું કે, બાળક શું કરે છે તેની ઉપર નજર રાખે, અમે પોતાનો બાળક ગુમાવી દીધું છે.
આ પણ વાંચો : ભુજમાં 11 વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત

પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં મુજબ મોતનું કારણ ફાંસો તેમને જણાવ્યું હતું કે, સાંજે ઘરમાં નહીં આવતા તેને જોવા માટે અમે ગયા હતા ત્યારે એ બેસેલો હોય એવું જણાયું હતું. નજીક જતા એ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ગુર્જરે જણાવ્યું હતું કે, તેણે જાતે ફાંસો ખાધો છે કે, ગળામાં દુપટ્ટા ફેરવાયો તે અંગે તપાસ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મોતનું કારણ ફાંસો છે. તેની ગરદન પણ જુકી ગયેલી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.