ETV Bharat / state

Surat Student Suicide: સુરતમાં પ્રવાસે જવાની ના પાડતાં બારમા ધોરણના વિદ્યાર્થીનો આપઘાત - ETVBharat Gujarat Suratkapodrachaildsucaide

સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રવાસે જવાની ના પાડતા ધો-12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યોં હોવાની ઘટના સામે આવી છે. જો કે હાલ આ મામલે કાપોદ્રા પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

SuicideS
Suicide
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 7:50 PM IST

સુરત: શહેરમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. લોકો નાની નાની વાતે કાં તો પછી કોઈ માનસિક તણાવમાં આવીને આપઘાત કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સ્થિત પૂર્વી સોસાયટીમાં ધોરણ-12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યોં હોવાની ઘટના સામે આવી છે. જોકે ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

'આ ઘટના ગઈકાલે સાંજે બની હતી. જેઓ કાપોદ્રા વિસ્તારની જ ખાનગી સ્કૂલમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. તેમના માતા-પિતા ભાવનગરના ગોગા ખાતે રહે છે. જ્યારે તેની મોટી બહેન અને ભાઈ સુરતમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થાય છે. સગીર ચાર માસ અગાઉ ભાવનગરથી અભ્યાસ માટે ભાઈ-બહેન પાસે આવ્યો હતો.' - બાબુ ગામીત, પોલીસ કોન્સ્ટેબલ, કાપોદ્રા

આર્થિક સંકળામણને કારણે ના પાડી: વધુમાં જણાવ્યું કે, થોડા સમય પહેલા જ શાળામાંથી કન્યાકુમારી પ્રવાસ જનાર હોય તેણે બહેન પાસે પૈસાની માંગણી કરી હતી. પરંતુ નાણાકીય તકલીફ હોય બહેને તેને હાલ પરિસ્થિતિ સારી નથી એમ કહી પ્રવાસમાં જવા માટે ના પાડી હતી. માતા-પિતાએ પણ સગીરને સમજાવ્યો હતો. ત્યારબાદ બુધવારે સાંજે તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે સુરતમાં માઠું લાગતા બે દિવસમાં બે બાળકોએ આપઘાત કર્યોં છે. જેમાં એક બાળકને પરિવારે મોબાઇલ નહી અપાવતા અને બીજાને પ્રવાસે જવાની ના પડતા આપઘાત કર્યોં છે.

  1. Surat Crime: કડોદરામાં 12 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર અને બે સગીર બિહારથી ઝડપાયા
  2. Rajkot Crime: રાજકોટમાં 10 વર્ષની બાળકીએ પોતાના જ અપહરણનો ખેલ રચ્યો, જાણો શા માટે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.