સાબરકાંઠા જિલ્લાના હિંંમતનગરના કાટવાડ ગામના 38 વર્ષીય મહિલા પશુપાલક કિરણબેન લખીચંદ વાઘેલા પશુપાલન થકી આત્મનિર્ભર બની પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. મહિલા સશક્તિકરણની વાત હવે વાત નહીં, પરંતુ વાસ્તવિકતા બની છે. તો ચાલો નારી વંદન સપ્તાહમાં જાણીએ કિરણબેન વિશે...
નરેન્દ્ર મોદી સાથે મુલાકાત વડાપ્રધાન સાથેના પોતાના સંવાદને અનેક મોટી ડિગ્રીઓ કરતા મોટી ઉપલબ્ધિ માને છે. આજે તેમને પોતાના ઉપર ગર્વ છે કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ કર્યો હતો. જેમને મળવા માટે વિશ્વના મોટા મોટા નેતાઓએ અપોઈન્ટમેન્ટ લઈને પણ મળી શકતા નથી, તેવા દિગ્ગજ વિશ્વ નેતા જ્યારે એક ઓછું ભણેલી પશુપાલક મહિલા સાથે વાત કરી અને સન્માનિત કરે ત્યારે તે અનેક ડિગ્રીઓ કરતા મોટી ઉપલબ્ધિ બની રહે છે. તેવું કિરણબેન ગર્વ સાથે કહી રહ્યા છે. વડાપ્રધાનએ તાજેતરમાં જ સાબરડેરીની મુલાકાત સમયે પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પણ વાંચો કચ્છમાં વડાપ્રધાનના રોડ શો ને લઇને જાણો કયા રસ્તાઓ રહેશે બંધ
પશુપાલન થકી આર્થિક સધ્ધરતા મારા પરિવારમાં પતિ અને ત્રણ સંતાનો છે. છેલ્લા આઠ વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલ છું. પશુપાલન થકી દર મહિને ૪૦ થી ૫૦ હજારની આવક પ્રાપ્ત કરે છે. પશુપાલનની તમામ જવાબદારી તેઓ પોતે સંભાળે છે. બાળકો અભ્યાસ કરે છે જ્યારે પતિ તેમનો ધંધો સંભાળે છે. તેથી પશુપાલનમાં તેમને કોઇની મદદ મળતી નથી. જેથી હાલમાં તેમની પાસે 14 પશુઓ છે. દિવસનું 70 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે અને તેમની પાસે માત્ર 2 વીઘા જમીન છે. પશુપાલન એ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત બની રહ્યો છે.
આર્થિક અને સામાજિક વ્યવહારો સાચવવા પશુઓની પોતાના બાળકોની જેમ ખૂબ જ પ્રેમથી માવજત કરી રહ્યા છે, જેના થકી પોતે પગભર તો બન્યા છે. આજ પશુઓના કારણે વડાપ્રધાન સાથે વાત કરવાનો મોકો મળ્યો છે. જેનાથી પોતાની જાતને ગર્વ અનુભવે છે. પશુપાલનની સાથે તેઓ તેમના ગામમાં લેડીઝ મટીરીયલની એક નાનકડી દુકાન પણ સંભાળે છે કિરણબેન કહે છે કે હાલના સમાજમાં આર્થિક અને સામાજિક વ્યવહારો સાચવવા માટે પતિ અને પત્ની બંનેએ કમાવું ખુબ જ જરૂરી છે,તો જ સારી રીતે જીવન નિર્વાહ થઈ શકે છે.
આ પણ વાંચો જસ્ટિસ યુયુ લલિત બન્યા 49માં ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ
મહિલાઓને અપીલ પોતાના જેવા ઓછું ભણેલી મહિલાઓને સારી નોકરી શોધવી લગભગ અશક્ય જ છે. પરંતુ જો મહિલાઓ આ દૂધના વ્યવસાયમાં જોડાઈને સારી રીતે પશુપાલન કરી આત્મનિર્ભર બની વડાપ્રધાનના સ્વપ્નને હકીકત બનાવી શકે છે. આ સાથે અમને સાબર ડેરી અને અન્ય સંસ્થાઓ મારફતે પણ પશુપાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓની સમજ આપવામાં આવી છે જે અમારા વ્યવસાયમાં ખૂબ જ લાભદાયી નીવડે છે.