ETV Bharat / state

ખેડબ્રહ્મામાં દારૂનું દુષણ દુર કરવા મહિલાઓ બની રણચંડી, પોલીસ મથકનો ઘેરાવ કર્યો - મહિલાઓએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

સાબરકાંઠાઃ ખેડબ્રહ્મામાં છેલ્લા કેટલાય સમયથી પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યાં છે. જેના કારણે સ્થાનિકોને અસામાજિક તત્વોના ભય હેઠળ જીવવું પડે છે. આ અંગે રહીશોએ અનેકવાર પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. તેમજ દારૂના અડ્ડા હટાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી.

Khedbrahma
ખેડબ્રહ્મા
author img

By

Published : Jan 3, 2020, 4:50 PM IST

ખેડબ્રહ્મામાં પોલીસની નિષ્ક્રિયતાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પોલીસ ગંભીર આક્ષેપ કરતાં જણાવી રહ્યાં છે કે, "પોલીસ દારૂના અડ્ડા ચલાવવા માટે હપ્તા વસૂલે છે. જેથી તેઓ અનેક રજૂઆતો છતાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા અંગે કોઈ પગલાં લઈ રહ્યાં નથી."

ખેડબ્રહ્મામાં મહિલાઓએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

આમ, પોલીસ અને દારૂ વેચનાર વચ્ચે સાઠગાંઠ હોવાના કારણે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે રહીશોનો જીવ જોખમાઈ રહ્યો છે. તેમજ પંથકમાં અસમાજિક તત્વોનો ભય વધી રહ્યો છે. એટલે ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડાને હટાવવા અને પોલીસને પોતાની ફરજ ચૂકનું ભાન કરાવવા માટે મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સાથે જ વહેલી તકે દારૂ અડ્ડા હટાવવાની માગ કરી હતી. જો તેમની આ માગ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો તેમને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Intro:સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોલીસ મથકે આજે સ્થાનિક મહિલાઓ દારૂના મુદ્દે હંગામો સર્જાયો હતો તેમજ પોલીસ સ્ટેશનમાં હાય હાય પોલીસ ના નારા લગાવ્યા હતાBody:સાબરકાંઠાના ખેડબ્રહ્મા છેલ્લા કેટલાક સમયથી દારૂના મુદ્દે પોલીસ દ્વારા કોઇ ઠોસ પગલાં ન લેવાતા ભારે વિરોધ સર્જાયો હતો જોકે પોલીસે કોઇ ઠોસ કાર્યવાહી ન કરતા આજે સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થઇ પોલીસ નો વિરોધ કર્યો હતો
ખેડબ્રહ્મા પોલીસ મથકે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી તેમજ પોલીસ કાર્યવાહી ન કરવાના પગલે પોતાનો વિરોધ દર્શાવી હાય હાય પોલીસ ના નારા લગાવ્યા હતા છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લામાં દારૂના મુદ્દે નિત નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે ગતરોજ ની viral clip બાદ આજે સ્થાનિક મહિલાઓએ પોલીસ નો વિરોધ કરતા પોલીસ તંત્રમાં પણ આ મુદ્દે ભારે પ્રત્યાઘાત સર્જાયા છે ખેડબ્રહ્મા એ રાજસ્થાન ને અડીને આવેલું હોવાની સાથોસાથ સ્થાનિક જનતા મા પણ વ્યસનનું પ્રમાણ વધારે હોવાના પગલે પોલીસની કાર્યવાહી કરવામાં ક્યાંક કાચુ કાપતી હોય તેવો ઘાટ સર્જાયો છે જો કે છેલ્લા કેટલાક સમયથી વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે કોઇ પણ પ્રકારના ઠોસ પગલાં નથી ફર્યા ત્યારે આજે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં મહિલાઓએ ઘેરાવ કર્યો હતો તેમજ કોઈપણ પ્રકારે દારૂની બદી નહીં સાંખી લેવાનો દ્દઢ નિશ્ચય કરવાની સાથોસાથ પોલીસ સ્ટેશનમાં પોતાના વિરોધાભાસ પ્રદર્શિત કર્યો હતો.Conclusion:જોકે આ મુદ્દે આગામી સમયમાં સ્થાનીક પોલીસ સહિત જિલ્લા પોલીસ કેટલા અને કેવા પગલાં ભરે છે એ તો સમય બતાવશે પરંતુ દારૂના મુદ્દે હોતી હૈ ચલતી હે નીતિ અપનાવવામાં ની વાત સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગૂ પડે છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ આ મુદ્દે કેવી તજવીજ હાથ ધરી છે એ તો આગામી સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.