- સાબરકાંઠાના હિંમતનગરમાં લૉકડાઉન
- સાંજે 4થી સવારે 8 વાગ્યા સુધી હોય છે લૉકડાઉન
- કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
- આગામી સમયમાં લૉકડાઉન વધવાની સંભાવના
સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લામાં ગત કેટલાક સમયથી કોરોના સંક્રમણ વધવાને પગલે વેપારી એસોસિએશન સહિતના પાલિકા અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ દ્વારા લૉકડાઉનની રજૂઆત કરવામાં આવી હતી, જેને માન્ય રાખી હિંમતનગરમાં સાંજે 4 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી લૉકડાઉન રાખવામાં આવે છે. આ લૉકડાઉન સતત દસ દિવસ સુધી યથાવત રીતે જળવાઈ રહ્યું છે. જો કે, ગત બે અઠવાડિયાથી કોરોના વધારો થવાને પગલે હજુ પણ લૉકડાઉન વધવાની સંપૂર્ણ સંભાવના હોય છે.
![સાબરકાંઠામાં કોરોનાથી બચવા સાંજે 4થી સવારના 8 વાગ્યા સુધી સ્વૈચ્છિક લૉકડાઉન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9777588_paak_gj10044.jpg)
લૉકડાઉન કેટલું સફળ સાબિત થશે તે સમય બતાવશે
જો કે, એક તરફ સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં આવનારા સમયમાં વેક્સિન આપવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. તેવા સમયે જો ચુસ્ત રીતે લૉકડાઉનની શરૂઆત ન થાય તો આગામી સમયમાં કોરોના મહામારી હજુ વધુ ફેલાઈ શકે તેમ છે, ત્યારે વર્તમાન સમયે હિંમતનગર શહેરમાં અપાયેલું લૉકડાઉન યોગ્ય રીતે જળવાય તે જરૂરી છે. જો કે, નગરપાલિકા સહિત વહિવટી તંત્ર અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ દ્વારા આ મામલે વારંવાર સેનિટાઈઝર, માસ્ક અને સામાજિક અંતર રાખવાની બાબતને પ્રાધાન્ય આપવાની વાત કરવી છે, ત્યારે આગામી સમયમાં લૉકડાઉન મામલે હજી વધુ ગંભીર થવાની જરૂરિયાત રહે છે. જો કે, વર્તમાન સમય સંજોગે કરવામાં આવેલા લૉકડાઉન કોરોના મહામારીને રોકવા માટે કેટલું સફળ સાબિત થાય છે એ તો આગામી સમય બતાવશે.