સૈનિક અધિકારી રાજેન્દ્રસિંહ હીરાજી પટેલની વય નિવૃત્તિ થતા આજે વતનમાં પરત ફરતા ગ્રામજનો સહીત સ્થાનિક લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. વિજયનગરના સ્થાનિક સમાજના આગેવાનો એ પૂર્વ સહપ્રધાન વિજય પટેલ ઇટાવડીવાળા પણ સ્વાગત માટે ઉપસ્થિત રહી વિશેષ સ્વાગત કરી સન્માન કર્યું હતું.
મહત્વનુ તો એ છે કે આ વિસ્તારના મોટા ભાગના યુવા વર્ગ સૌથી પહેલા દેશની સેવા માટે સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. તેમજ આ વિસ્તારમાં આર્મી, એરફોર્સ, નેવી ,કેન્દ્રીય રિઝર્વ પોલીસ અને એસ.આર.પી સહિતની પોલીસ ફોર્સમાં જોડાયેલા છે. માત્ર વિજયનગર તાલુકામાંથી જ 800 થી વધુ જવાનો દેશમાં સેવા આપી રહ્યા છે અને દેશનુ સન્માન મેળવી ચુક્યા છે.