- સાબરકાંઠામાં કમોસમી માવઠું (Unseasonal rains) પડ્યું
- મોટા ભાગના તાલુકાઓમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં
- વધુ વરસાદ આવશે તો ખેતપેદાશોને નુકસાનની સંભાવના
સાબરકાંઠાઃ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમ જ વાદળછાયા વાતાવરણની વચ્ચે અચાનક વરસાદ શરૂ થતા જિલ્લાના મોટા ભાગના ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. હાલના તબક્કે વાત કરીએ તો જિલ્લામાં મગફળી, કપાસ સહિત ચણાના પાકમાં વરસાદી માહોલના પગલે નુકસાનની સંપૂર્ણ સંભાવના સર્જાઈ છે. સાથોસાથ હાલના તબક્કે બટાકાના વાવેતરમાં પણ વરસાદના પગલે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો- ખેડૂતો માટે સારા સમાચાર, ટૂંક સમયમાં 8 જિલ્લામાં કૃષિ સહાય પેકેજ જાહેર થશે
ખેડૂતો માટે ભારે અસમંજસનો સમય
જોકે, અચાનક થયેલા વરસાદને પગલે જિલ્લાના મોટા ભાગના મગફળી પકવનારા ખેડૂતો માટે પણ ભારે અસમંજસનો સમય આવ્યો છે. વરસાદના કારણે ખેડૂતોનો મોટા ભાગનો પાક ખૂલ્લામાં રહેલો હોવાથી અને અચાનક વરસાદ સર્જાતા તેમને મગફળીના પાકમાં નુકસાની (Damage to groundnut crop) ભોગવવાનો સમય આવ્યો છે.
આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આફત, બાજરીના પાકને નુકસાન - ભાવ પણ ઘટ્યા
જગતના તાતની રાતા પાણીએ રડવાનો વારો આવ્યો
વહેલી સવારે કમોસમી વરસાદ (Unseasonal rains) પડતા જિલ્લાના ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. આગામી સમયમાં વરસાદ યથાવત્ રહેશે તો ખેડૂતોએ વધુ નુકસાન વેઠવું પડશે. એક તરફ છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમસ્યાઓ સહિત વાવાઝોડાથી ત્રસ્ત થયેલા ખેડૂતો વધુ એક વખત કમોસમી વરસાદનો (Unseasonal rains) શિકાર બન્યા છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર (State Government) પણ તાત્કાલિક ધોરણે જાગે તે જરૂરી છે. જોકે, ખેડૂતોને પડી રહેલી પારાવાર તકલીફો વચ્ચે રાજ્ય સરકારની (State Government) સફાઈ જરૂરી બની છે. હવે જોવું એ રહ્યું કે, આ મામલે રાજ્ય સરકાર (State Government) જગતના તાતને કેટલી અને કેવી મદદ કરે છે.