હિંમતનગરઃ સાબરકાંઠાના તલોદમાં જાહેરનામાં ભંગ બદલ નગરપાલિકાની કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત શક્તિ ફૂટવેરની દુકાન ખુલ્લી હોવાથી તે દુકાન સીલ કરવામાં આવી હતી. જો કે, પાલિકા વિસ્તારમાં અન્ય બિન આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વેપારીઓમાં પાલિકાના આ પગલાંથી ફફડાટ ફેલાયો છે.
સાબરકાંઠા તલોદ નગરપાલિકા વિસ્તારમાં શક્તિ ફૂટવેર નામની દુકાન ખુલ્લી રાખવાના પગલે આજે દુકાન સીલ કરવામાં આવી હતી. જેના પર પાલિકા વિસ્તારમાં આવેલા અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ ફેલાયો છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસને પગલે મહામારી છે, ત્યારે આ મહામારી રોકવા માટે લોકડાઉન અંતર્ગત બિન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ પર રોક લગાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને પાલિકા તેમજ મહાનગરપાલિકાઓમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જો કે તલોદમાં આજે બુટ ચપલની શક્તિ ફૂટવેર નામની દુકાન ખુલ્લી રહેતા તેને સીલ કરી દેવાઈ છે. જોકે આગામી સમયમાં લોકડાઉનનો સંપૂર્ણ સમર્થન જરૂરી છે, ત્યારે આજે નગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયને આવકાર્યો છે.