સાબરકાંઠા: વિશ્વમાં દિન-પ્રતિદિન ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી રહી છે, ત્યારે તેને દૂર કરવા માટે વૃક્ષ એકમાત્ર ઉકેલ છે. જેના પગલે સાબરકાંઠાના ઇડરમાં નાગરિક સહકારી બેંક દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ઈડર નાગરિક સહકારી બેંક અને મિશન ગ્રીન ઈડરના સંયુક્ત ઉપક્રમે ધનેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ઈડર નાગરિક બેંક દ્વારા મિશન ગ્રીન ઈડર ટીમને વૃક્ષારોપણ કાર્યક્રમમાં મદદરૂપ થાય તે માટે જમીનમાં ખાડા કરવા માટેનું મશીન દાન પેટે અપાયું હતું. સાથોસાથ કાર્યક્રમમાં ઈડર નાગરિક બેંકના મેનેજિંગ ડિરેક્ટર જીગ્નેશ પંડિત, ડિરેક્ટર એમ.ડી.સોલંકી, મિશન ગ્રીન ઈડર ટીમ તેમજ પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
નોંધનીય છે કે, વૃક્ષારોપણ થકી દરેક સંસ્થા સહિત દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિત્વ તેમજ નૈતિક જવાબદારી સમજે તો વૃક્ષારોપણ થકી સૌથી વધુ વૃક્ષો વાવવાની સાથોસાથ તેનો ઉછેર પણ કરી શકે છે તેમજ ગ્લોબલ વોર્મિંગ સામે ટકી રહેવા સક્ષમ બની શકે છે.