- પોલો ફોરેસ્ટમાં ઉમટ્યા પ્રવાસીઓ
- કોરોનાની ત્રીજી લહેરની ભીતી
- રાજ્યના અનેક સ્થળે પ્રવાસીઓની ભીડ
સાબરકાંઠા: કોરોના મહામારી બાદ હાલના તબક્કે મોટાભાગના પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ કુદરતી સૌંદર્યની મજા માણવા વિવિધ જગ્યાઓ ઉપર ઉમટી રહ્યા છે. ઉત્તર ગુજરાતનું કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોલો ફોરેસ્ટમાં આવી રહ્યા છે જેના કારણે કોરોનાની ત્રીજી લહેર ફેલાવાની ભીતી સેવાઈ રહી છે.
પ્રવાસીઓને સમસ્યા
કોરોનાની બીજી લહેર બાદ લોકો ઘરની બહાર ફરવા નિકળી રહ્યા છે જેના કારણે પ્રવાસન સ્થળ પર મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. આવા પ્રવાસન સ્થળ પર કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતુ નથી, જેના કારણે કોરોનનાને ત્રીજી લહેરનો ભય વધી રહ્યો છે. પોલો ફોરેસ્ટમાં પણ રાજસ્થાન અને રાજ્યના લોકો કુદરતી સૌંદર્ય માણવા આવી રહ્યા છે પણ ત્યા લોકોની ભીડ ભેગી થતા કોરોનાનો ભય ફેલાયો છે.
આ પણ વાંચો : દેશમાં ઓગસ્ટના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છેઃ ICMR નિષ્ણાંત
રાજ્યમાં અનેક પ્રવાસન સ્થળે આ જ સ્થિતી
રાજ્યના અનેક પ્રવાસન સ્થળે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે જ્યા લોકો સામાજીક અંતર, માસ્ક બધાનો અભાવ જોવા મળતો હોય છે. સાપૂતારામાં પણ લોકો ચોમાસાની મજા માણવા પહોચ્યા છે જ્યા કોરોના ગાઈજ લાઈનનો ભંગ જોવા મળી રહ્યો છે અને સુરતની ચોપાટી પર પણ શહેરીજનો વીકએન્ડ પર પોતાના પરીવાર સાથે ફરવા આવતા હોય છે જ્ય કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવતુ નથી.
આ પણ વાંચો : હૈદરાબાદના વૈજ્ઞાનિકનો દાવો, દેશમાં 4 જુલાઈથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ