ETV Bharat / state

હિંમતનગરના જ્વેલર્સમાં ચોરી, સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ - હિંમતનગરમાં ચોરી

સમગ્ર રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જ્વેલર્સ શોપમાં થયેલી ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે, જેને આધારો પોલીસે તપાસ હાથ ધરી છે.

હિંમતનગરના જ્વેલર્સમાં ચોરી, સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ

author img

By

Published : Jan 1, 2021, 10:11 AM IST

Updated : Jan 1, 2021, 10:19 AM IST

  • હિંમતનગરની સંસ્કાર જ્વેલર્સમાં ચોરી
  • બે લાખથી વધારેના દાગીનાની ચોરી થતાં હડકંપ
  • ચોરીને અંજામ આપતા ચોર સીસીટીવીમાં કેદ

સાબરકાંઠાઃ હિંમતનગરમાં જ્વેલર્સની દુકાનમાં પાંચ જેટલા ચોરોએ બે લાખથી વધારે રોકડની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર શહેરમાં હડકંપ સર્જાયો છે. જોકે ચોરોની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે હિંમતનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગર પોલીસની સબ સલામત રહેની પોલ ખુલી

સાબરકાંઠાના હિંમતનગરમાં ગત્ત મોડી રાત્રે (ગુરૂવાર) ચોરોએ જાણે કે આવનારા વર્ષ માટે ચોરીની શરૂઆત કરવાની હોય તેમ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી બે લાખથી વધારેના દાગીના લઇ ફરાર થઇ ગયા છે. જોકે સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો છે તેમજ પોલીસ આ મામલે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે સીસીટીવી દ્રશ્યોમાં ચોરીને અંજામ આપનારા પાંચ જેટલા ઈસમો ચોરીને અંજામ આપ્યા બાદ સીસીટીવી કેમેરા તોડી ફરાર થઇ ચૂક્યા છે. જોકે હર હંમેશા માટે લેટ લતીફની ભૂમિકા ભજવતી પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ કબ્જે લઇ ચોરીને અંજામ આપનારા તત્ત્વો અને ઝડપી લેવા કામે લાગી છે.

હિંમતનગરના જ્વેલર્સમાં ચોરી

મહાકાલી વિસ્તારમાં ચોરી થતાં ખળભળાટ

હિંમતનગરમાં સૌથી સુરક્ષિત ગણાતા મહાકાળી મંદિર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બે લાખથી વધારેની ચોરી થયાની પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં ચોરીનો ભય ઓછો રહેતો હોય છે. તેવા સમયે સોના-ચાંદીની દુકાનમાં ચોરી કરી ફરાર થઇ જતાં સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાની વાતો છે તો બીજી તરફ ચોરીને અંજામ આપનારા શખ્સોએ સફળતાપૂર્વક ચોરી કરી ફરાર થઈ જવામાં સફળતા મેળવી છે, ત્યારે સ્થાનિક વિસ્તારમાં ભય ફેલાય તે સામાન્ય બાબત છે.

પોલીસના સબ સલામત હે ના દાવા ખોટા

સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં સૌથી સુરક્ષિત જણાતા મહાકાળી મંદિર વિસ્તારમાં ચોરી થયાના પગલે સબ સલામત છે એ ના દાવા કરનારી પોલીસ આ તબક્કે ખોટી સાબિત થઇ છે. તેમજ પોલીસે હાલમાં આ મામલે સીસીટીવી ફૂટેજ કબજે તપાસ કરવાની વાતો કરી રહી છે, ત્યારે આગામી સમયમાં આ મામલે ચોક્કસ તેમજ ઠોસ તપાસ થાય તે જરૂરી છે. જોકે હિંમતનગરમાં થયેલી ચોરીનો ભેદ આગામી સામે પોલીસ ક્યારે ઉકેલે છે તે મહત્વની બાબત છે.

Last Updated : Jan 1, 2021, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.