ETV Bharat / state

ફિલ્મ શૂટિંગ ઈડરના લોકો માટે બન્યો માથાનો દુઃખાવો

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર તાલુકામાં બોલિવુડના સ્ટાર રણવીર સિંહની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જેનો સ્થાનિક કલા રસિકોમાં આનંદ છે પણ સાથે રોષ પણ છે.  કારણ કે, નગરજનોને જાણ કર્યા વિના અચાનક જ પાલિકા અને રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. પરીણામે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી અને લોકોના રોજબરોજના કામ અટકી પડ્યાં હતાં. જેથી સ્થાનિકો ભારે રોષ જોવા મળી રહ્યો છે.

sabarkantha
sabarkantha
author img

By

Published : Jan 22, 2020, 3:56 PM IST

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બોલિવુડના કલાકારો દ્વારા હિન્દી ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. જે અંગેની કોઈ પણ જાણ સ્થાનિકોને કરવામાં આવી નહોતી. અચાનક જ પાલિકા અને રસ્તાઓ બંધ દેવાયા હતા. જેના કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

ફિલ્મ શૂટિંગ ઈડરના લોકો માટે બન્યો માથાનો દુઃખાવો

આમ, પાલિકા અને રોડ રસ્તા બંધ કરી દેતા લોકોના રોજબરોજના કામકાજ અટકી પડ્યા હતા. તો બીજી તરફ પોલીસ પ્રોટેક્શન અને ખાનગી સિક્યુરિટીના વ્યવહારના કારણે વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. જેથી આ ફિલ્મ શૂટિંગ કેટલાંક લોકો માટે આ ફિલ્મ માથા દુખાવો બની હતી.

ઉલ્લેખનીય છે કે, ઇડરમાં 33 વર્ષ પહેલા મહાનાયક અમિતાભ બચ્ચને એક આલ્બમનું શૂટિંગ કર્યુ હતું. ત્યારબાદ હવે અભિનેતા રણવીર સિંહ,આલિયા ભટ્ટ અને બોમન ઇરાની પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે.

Intro:સાબરકાંઠાના ઇડરમાં બોલિવૂડના સ્ટાર રણબીર સિહ ની ફિલ્મ નું શૂટિંગ ચાલી રહ્યું છે જેના પગલે સ્થાનિક કલા રસિકો માં ખુશીનો માહોલ છે પરંતુ મોટા ભાગના સ્થાનિક લોકો માટે પારાવાર મુશ્કેલી પેદા થઈ છે જેના પગલે સ્થાનિકોમાં ફિલ્મ શૂટિંગ સામે રોષ ફેલાયો છેBody:સાબરકાંઠાના ઇડરમાં ૩૩ વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા એક આલ્બમ નું શૂટિંગ કરાયું હતું જોકે ત્યારબાદ હાલના સ્ટાર ટ્રેક્ટર ગણાતા રણવીર સિંહ આલિયા ભટ્ટ અને બોમન ઇરાની સાથે ઇડર ના અલગ અલગ જગ્યાએ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે જેના પગલે ફિલ્મ રસિયાઓ માટે ખુશીનો માહોલ છે પરંતુ સ્થાનિકો માટે પારાવાર સમસ્યાઓ પેદા કરનારું શૂટિંગ બની રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બોલિવૂડના સ્ટાર કલાકારો દ્વારા હિન્દી ફિલ્મ શૂટિંગ થઈ રહ્યું છે જેની સામે સ્થાનિક લોકોને કોઇપણ પ્રકારની અગાઉની જાણ કર્યા સિવાય રોડ રસ્તા તેમજ પાલિકા ને અચાનક બંધ કરી દેવાઈ છે જેનાં પગલે રોજબરોજના કામકાજ અટકી પડ્યા છે તેમજ વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે કોઇ પણ પ્રકારની અગાઉથી જાણકારી ના આપવાના પગલે વિસ્તારમાં સ્થાનિકો એ પણ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે જો કે એક તરફ પોલીસ પ્રોટેક્શન તો બીજી તરફ ખાનગી સિક્યુરિટી ના વ્યવહાર ને પગલે પણ સ્થાનિકો માં રોષ પેદા થયો છે .
Conclusion:જોકે આગામી સમયમાં હજુ પણ બે દિવસ ફિલ્મ નું શૂટિંગ યોજવાનું બાકી છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા સ્થાનિકો સાથે સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ જાય તો લોકોનો રોષ વધી શકે તેમ છે ત્યારે તંત્ર ક્યારે જાગૃત થશે તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.