સાબરકાંઠા: જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલામાં સાબરકાંઠાના સપૂત જવાન સત્યપાલસિંહ પરમાર શહીદ થયા છે. તેઓ સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા.
આ હુમલામાં સત્યપાલ સાથે ત્રણ જવાન પણ શહીદ થયા છે, તો ત્રણ જવાન ઇજાગ્રસ્ત થયા છે. આ સમાચાર સાબરકાંઠામાં મળતા સમગ્ર જિલ્લામાં દુ:ખદ વાતાવરણ સર્જાયું છે.