- હિંમતનગરની અમરાપુર પ્રાથમિક શાળાનો નવતર પ્રયાસ
- ઠંડીમાં સ્વેટર આપી માનસિક રીતે શાળા સાથે કર્યું જોડાણ
- કોરોનાના પગલે બાળક અને શિક્ષક વચ્ચે સાયુજ્યનો અભાવસાબરકાંઠામાં અમરાપુર શાળાના શિક્ષકોએ ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને સ્વેટર ભેટમાં આપ્યું
સાબરકાંઠાઃ સમગ્ર વિશ્વમાં કોરોનાને પગલે છેલ્લા કેટલાય મહિનાઓથી શૈક્ષણિક કાર્ય બંધ છે. જોકે, ઓનલાઈન શિક્ષણમાં પણ સૌથી વધુ વિઘાતક અસર પ્રાથમિક શાળાઓમાં થઈ છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરની અમરાપુર પ્રાથમિક શાળાએ બાળક અને શિક્ષક વચ્ચે ઊભા થયેલા સાયુજ્યના અભાવને દૂર કરવા શિયાળાનો સમય હોવાને પગલે દરેક બાળકને સ્વેટર આપી માનસિક અંતર દૂર કરવાનો વિશેષ પ્રયાસ કર્યો છે. અમરાપુર પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા દરેક બાળકના ઘરે જઈ આજે શિયાળામાં જે તે સાઈઝનું સ્વેટર આપી આગામી સમયમાં શિક્ષણ માટે તૈયાર થવાની રજૂઆત કરાઈ છે, જેના પગલે હવેથી બાળક જેટલી વાર પહેરે છે તેટલી વાર સ્કૂલ અને શાળાની નિકટ આવશે અને આ વિચારને પગલે બાળક અભ્યાસમાં વધુ રૂચિ દાખલ કરશે.

સાબરકાંઠાના હિંમતનગરની અમરાપુર પ્રાથમિક શાળાએ બાળકોને ઠંડીમાં રક્ષણ મેળવવા માટે બાળકદીઠ એક સ્વેટર આપી એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં તમામ બાળકોના ઘરે મુલાકાત લઈ અભ્યાસની હાથોહાથ સ્વેટર આપ્યું છે, જેના પગલે વિદ્યાર્થીઓ જેટલી વાર સ્વેટર પહેરશે તેટલી વાર સ્કૂલ અને શિક્ષણને યાદ કરશે. આથી આગામી સમયમાં જાણે સ્કૂલ શરૂ થાય ત્યારે બાળક અને શિક્ષક વચ્ચે સાયુજ્ય અભાવ નહીં રહે.

ગુજરાત માટે બનશે નવીન અભિગમ
જોકે, સમગ્ર ગુજરાતમાં બાળકોને શાળા તેમ જ શિક્ષકથી જોડાણ કરવા માટે આ નવતર પ્રયાસ છે, જે આગામી સમયમાં ગુજરાતના અન્ય શાળાઓ તેમ જ શિક્ષકો સુધી પહોંચશે તો આ અભિગમ અપનાવવો જરૂરી બનશે. અમરાપુર પ્રાથમિક શાળાથી શરૂ થયેલો આ પ્રયાસ આગામી સમયમાં ગુજરાતમાં અન્ય કેટલીક શાળાઓ અપનાવે છે કે નહીં તે જોવું મહત્વનું બની રહેશે તેમ જ અમરાપુર પ્રાથમિક શાળાના બાળકો માટે પણ આ અભિગમ થકી કેટલું સાહિત્ય સ્થપાય છે તે પણ મહત્વનું બની રહેશે.