સાબરકાંઠાઃ જિલ્લામાં પ્રાંતિજના નનાનપુર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં જમીનમાંથી રાખ બહાર આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. જોકે, વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે પાણીનું ટેન્કર ખાલી કરાવ્યા બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. જોકે, હજી સુધી વરાળ સાથે ફરી રાખ બહાર આવતા તંત્ર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો હતો. તેમ જ આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડના ઑફિસર સહિત સ્થાનિક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. ત્યારે હવે તંત્રએ તપાસની તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Navsari video viral: નવસારીના યુવાનનો 11સેકંડમાં નારિયળના છોલતો વિડિયો વાયરલ
ગરીબ પરિવાર પર વજ્રઘાતઃ મળતી માહિતી અનુસાર, નનાનપુર ગામમાં ગતરોજ સ્થાનિક મહિલા સુકાયેલાં લાકડા લેવા જતાં હતાં. તે વખતે તેઓ ગંભીર રીતે દાઝી ગયાં હતા, જેના પગલે નનાનપુર ગામમાં ભારે ખળભળાટ મચ્યો હતો. તેમ જ 108 મારફતે મહિલાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં ડોક્ટરે તેમને પગની ચામડી બદલવાની સલાહ પણ આપી હતી. સાથો સાથ વહીવટી તંત્રને જાણ કરાતા તંત્ર તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જોકે, અચાનક સર્જાયેલી આ ઘટનાના કારણે ગરીબ પરિવાર પર વજ્રઘાત સર્જાયો હતો. તેમ જ પરિવારે પણ આ મામલે પોતાની સ્થિતિ જણાવી સારવારના ખર્ચ સહિત આવી ઘટના ફરી ન બને તેવી માગ કરી છે.

તંત્રએ ટેન્કર ખાલી કર્યાઃ જોકે, તંત્રએ જમીનમાંથી આવી રહેલી વરાળ સાથેની રાખને કાબૂમાં લેવા પાણીના ટેન્કરથી પાણી છોડ્યું હતું. ત્યારે અચાનક પાણી છોડવા જતા સામાન્ય બ્લાસ્ટ સાથે ધડાકો થયો હતો. ઉપરાંત અચાનક થયેલા આ બનાવના પગલે ફાયર બ્રિગેડનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, એક સાથે 4 જેટલા પાણીના ટેન્કર ઘટનાસ્થળે છોડી દેવાતા ગતરોજ સમગ્ર ઘટના ઉપર કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ આજે સવારે ફરીથી વરાળ સાથે રાખ જમીનમાંથી બહાર આવતા ફરીવાર પાણીના ટેન્કર ખાલી કરાયા હતા. તેમ જ તંત્રના અન્ય જવાબદાર લોકોને પણ ઘટનાસ્થળે બોલાવ્યા હતા.
આ પણ વાંચોઃ Vadodara Crime : ચાર શખ્સોએ યુવકને ઢોર માર મારતા ત્રણ દાંત પાડી નાખ્યા, વિડીયો વાયરલ
કારણ જાણી ન શકાયુંઃ એક તરફ પાણીના 4 ટેન્કર ખાલી કરાયા બાદ હજી સુધી ફરી એક વાર જમીનમાંથી સામાન્ય વરાળ સાથે રાખ બહાર આવવાનું યથાવત્ રહ્યું હતું. ત્યારે તંત્રએ પણ ટેન્કર સહિત જેસીબી મશીન કામે લગાડ્યા હતા. તેમ છતાં કયા કારણોસર આવું થઈ રહ્યું છે. તે જાણી શકાયું નહતું. જોકે, આગામી સમયમાં આ મામલે પાયારૂપ તપાસ હાથ ધરાય તેવી સ્થાનિકોની માગ છે ત્યારે જોવું રહે છે કે, આ મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કેટલા પગલાં લેવાય છે.