ETV Bharat / state

સાબર ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કરતા પશુપાલકોમાં રોષ, દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો - himmatnagar

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા સાબર ડેરીએ દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. તેને લઈને તાલોદ તાલુકાની વાવ દૂધ મંડળીએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

સાબર ડેરીએ દુધના ભાવમાં કર્યો ઘટાડો પશુપાલકોમાં રોષ,  દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો.

author img

By

Published : Jul 4, 2020, 8:09 PM IST

સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા સાબરડેરીએ દુધના ફેટના ભાવમાં ઘટાડો કરતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. જે અંતર્ગત શનિવારના રોજ તલોદ તાલુકાની વાવ દૂધ મંડળીએ દૂધ ઢોળી પોતાનો વિરોધ રજૂ કર્યો છે આગામી સમયમાં પશુપાલક આંદોલન ફરીથી ઉભુ થાય તેવી પણ સંભાવનાઓ સર્જાઈ રહી છે.

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની એકમાત્ર જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા પશુપાલકો પર પડતા ઉપર પાટુ મારી હોય તેમ અચાનક દૂધના ભાવમાં ધરખમ ઘટાડો કરી દેતા ભારે વિરોધાભાસ ઉભો થયો છે. જેના પગલે તલોદ તાલુકાની વાવ દૂધ મંડળીએ પોતાનું દૂધ રસ્તા પર ઢોળી દેતા ભારે વિરોધાભાસ સર્જ્યો છે.

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા 4 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીમાં દૂધના ભાવમાં કિલોમીટર ધરખમ ઘટાડો કર્યો છે. જેમાં ગાયના દૂધમાં કિલો પેટે રૂપિયા 10 તેમજ ભેંસના દૂધમાં ઘટાડો કરી દેતાં પશુપાલકો રોષે ભરાયા છે.

જેના પગલે તલોદ તાલુકાની દૂધ મંડળીએ પોતાનું દૂધ રોડ પર નાખી દેતા સમગ્ર જિલ્લામાં ભારે ગભરાટ સર્જાયું છે. જોકે આ મામલે પશુપાલક આંદોલનના પ્રણેતા ચેતન પટેલ દ્વારા આગામી સમયમાં વધુ એક આંદોલન સર્જાય તેવી પૂરી સંભાવના છે.

સામાન્ય રીતે કોરોનાની મહામારીને પગલે સૌથી આધારભૂત વ્યવસાય તરીકે દૂધના વ્યવસાયને લોકો અપનાવતા થયા છે. તેવા સમયે સાબર ડેરીએ કરેલો દૂધનો ઘટાડો વ્યાપક પ્રમાણમાં દૂધનો વ્યવસાયને અસર કરી શકે તેમ છે.

જોકે આગામી સમયમાં સાબર ડેરી દ્વારા દૂધનો ઘટાડો પાછો ખેંચાય નહીં તો સંપૂર્ણપણે ફરી એકવાર પશુપાલક આંદોલન ઊભું થવાની સંભાવનાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.