ETV Bharat / state

Sabarkantha News: વડાલીમાં નગર પાલિકા દ્વારા ગંદુ પાણી અપાતા મહિલાઓએ માટલા ફોડીને રોષ ઠાલવ્યો

સાબરકાંઠાના વડાલીમાં સતત એક મહિનાથી ગંદુ પાણી નળમાં આવી રહ્યું છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય હોવાથી નગર સેવા સદન ખાતે મહિલાઓએ માટલા ફોડીને રોષ ઠાલવ્યો છે. વાંચો સ્થાનિકોએ કરેલા ઉગ્ર વિરોધ વિશે વિગતવાર.

વડાલીમાં નગર પાલિકા દ્વારા ગંદુ પાણી અપાતા મહિલાઓએ માટલા ફોડયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 1:19 PM IST

ગંદુ પાણી આપતા મહિલાઓએ સુત્રોચ્ચાર કર્યા

વડાલીઃ વોર્ડ નં. 3ના આંબેડકરનગરમાં છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી પીવાલાયક પાણી અપાતું નથી. ગટરનું પાણી મિક્સ થઈ ગયું હોય તેવું પાણી મળતા નાગરિકોએ ભારે હલ્લાબોલ કર્યુ છે. મહિલાઓએ નગર સેવા સદનમાં માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો. હાઈવે પર પણ નગર પાલિકા વિરોધ સુત્રોચ્ચાર કરી રોડ જામ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ વિરોધને શાંત પાડીને હાઈવે પરના ટ્રાફિકજામને દૂર કરાયો હતો.

લાંબા સમયથી દૂષિત પાણીઃ છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવતા સ્થાનિકોએ ભારે હંગામો કર્યો હતો. વોર્ડ નં.3માં આંબેડનગર ખાતે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈને આવે છે. આ પાણી દુગંધ મારે છે તેનાથી એક પણ જીવન જરુરિયાત કામો થઈ શકે તેમ નથી. સ્થાનિકો દ્વારા આ સમસ્યાની અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ નક્કર ઉકેલ આવતો નથી. આ ગંદા પાણીને લીધે બાળકો બિમાર પડી રહ્યા છે તેમજ રોગચાળાનો ભય પણ ફેલાયો છે. જો રોગચાળો ફાટી નીકળશે તો સ્થિતિ કાબુ બહાર જશે તેવું સ્થાનિકો માની રહ્યા છે.

ઉગ્ર વિરોધઃ સ્થાનિકોએ આ દુષિત પાણીથી કંટાળીને સ્થાનિકોએ નગર સેવા સદનમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. માટલા ફોડ્યા અને સુત્રોચ્ચાર પણ કર્યા. અધિકારીઓને ઉગ્ર રજૂઆતો કરી હતી. જો આ સમસ્યાનો સમયસર નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ આપી હતી. નગર સેવા સદન ઉપરાંત હાઈવેને પણ સ્થાનિકોએ જામ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોને શાંત કર્યા અને હાઈવે પરથી ટ્રાફિકજામને ક્લીયર કર્યો હતો.

છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી દુષિત પાણી આવે છે. અમારા છોકરાઓ આ પાણીથી બિમાર પડી રહ્યા છે. અનેક રજૂઆતો છતા કોઈ નક્કર ઉકેલ આવતો નથી...લક્ષ્મીબેન(સ્થાનિક, આંબેડકરનગર, વડાલી)

અમને જે ગટરની વાસ વાળું પાણી મળી રહ્યું છે. આ પાણીના ઉપયોગને પરિણામે કપડા તેમજ વાસણમાં પણ ગંદી વાસ આવી રહી છે. જો સમયસર ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરીશું...ચંપાબેન પરમાર(સ્થાનિક, આંબેડકરનગર, વડાલી)

Kutch News: નર્મદાના પાણી મુદ્દે કચ્છના 9 તાલુકાના ખેડૂતો આકરા પાણીએ, પગલાં નહીં લેવાય તો કરાશે ઉગ્ર આંદોલન

Patan News: પાટણમાં ગટરના ગંદા પાણીમાં બેસી સ્થાનિકોએ કર્યો અનોખો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.