સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રાજ્ય સરકાર દ્વારા બોગસ ભરતી કૌભાંડ મુદ્દે ત્રણ સ્કૂલોની માન્યતા રદ કરી હતી. જેમાં પરોયા, chundil તેમજ સાવલિયા સ્કૂલનો સમાવેશ થતો હતો. આ 3 સ્કુલોના 700થી વધારે વિદ્યાર્થીઓ માટે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી નજીકની સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો, જોકે વિદ્યાર્થીઓને આવવા-જવા સહિત હજારો સમસ્યાઓ પેદા થવાના પગલે ગુરૂવારના રોજ વિદ્યાર્થીઓ ખેડબ્રહ્મા ખાતે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી પોતાના ભાવિની ચિંતા જણાવી હતી, તેમ જ રાજ્ય સરકાર સ્થાનિક વહીવટીતંત્ર પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો, તેમજ આગામી સમયમાં પણ આંદોલનની ચીમકી આપી હતી.
જોકે એક તબક્કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીઓની ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો, ત્યારે આગામી સમયમાં આ મુદ્દે કોઈ પગલાં નહીં લેવાય તેમજ વિદ્યાર્થીઓને સ્થાનિક અન્ય વિકલ્પ નહીં હોય તો સ્થિતિ વધુ વણસી શકે તેમ છે. જો કે હાલમાં પેદા થયેલા સ્થિતિ જિલ્લા વહિવટી તંત્ર પણ અવઢવમાં છે. એક તરફ સ્કૂલોની માન્યતા રદ થવાની સાથે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થયાનું તેમના ખ્યાલ હોવા છતાં બીજો કોઈ વિકલ્પ હાલ પૂરતો ન હોવાને પગલે આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી તો નવાઈ નહીં.