ETV Bharat / state

Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું - Water problem in Sabarkantha

સાબરકાંઠાના મોતેસરી ગામે છેલ્લા ચાર વર્ષથી શરૂ કરાયેલું પાણી બચાઓ અભિયાન સ્થાનિકો માટે વરદાન સ્વરૂપ બની રહ્યું છે. આ ગામમાં જળસ્તર ઉપર આવી રહ્યા છે, જમીનની ખારાશ અટકી તેમજ લાઈટ બિલ સહિત સ્થાનિકોને અનેક ફાયદાઓ મળી રહી રહ્યા છે.

Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું

author img

By

Published : Apr 14, 2023, 7:45 PM IST

મોતેસરી ગામે શરૂ કરાયેલું પાણી બચાઓ અભિયાન સ્થાનિકો માટે વરદાન સ્વરૂપ

સાબરકાંઠા : એક તરફ દિન પ્રતિદિન ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે, તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત મોટાભાગના વિસ્તારોમાં ખેત તલાવડી તેમજ વિવિધ તળાવ ઊંડા કરવાનું મિશન હાથ ધરાયું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોતેસરી ગામે છેલ્લા ચાર વર્ષથી શરૂ કરાયેલું અભિયાન સ્થાનિકો માટે વરદાન સ્વરૂપ બની રહ્યું છે. જોકે ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા તેની હકીકતો સામે આવતા સમગ્ર ગુજરાત માટે આ ગામનો પ્રયાસ દિશા સૂચક બની રહે તો નવાઈ નહીં.

શું છે સમગ્ર વાત : સાબરકાંઠાના તલોદ તાલુકાના મોતેસરી કંપા ગામનું પાણી ખારું છે, જ્યારે આસપાસના વિસ્તારોનું પાણી મીઠું હોવાના પગલે સ્થાનિક લોકોએ આ મામલે ચાર વર્ષ પહેલા અભિયાન સ્વરૂપે જળ બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જે આજે સમગ્ર ગામ માટે આશીર્વાદ બની રહ્યું છે. આ ગામમાં હાલના તબક્કે ચાલી રહેલા પાણી બચાવો અભિયાન અંતર્ગતનો પ્રયાસ આસપાસના ગામડાઓ માટે પ્રશંશા પાત્ર બની રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad Corporater: કોર્પોરેટરનો પાણી બચાવાનો અનોખો પ્રયોગ, 7000 જેટલા નળ રીપેર કર્યા

જમીનની ખારાશ અટકી : સાથોસાથ ગામમાં પાણી બચવાના પગલે જળસ્તર ઉપર આવી રહ્યા છે. જમીનની ખારાશ અટકી રહી છે. તેમજ લાઈટ બિલ સામાન્ય બની ચૂક્યા છે, ત્યારે આવો જ પ્રયાસ અન્ય ગામડાઓ કરતા થાય તો પાણી મામલે ગુજરાત આત્મનિર્ભર બની શકે તેમ છે, ત્યારે જોવું એ રહે છે કે, આ મામલે આગામી સમયમાં મોતેસરી ગામનો પ્રયાસ અન્ય કેટલા ગામડાઓ માટે દિશા સૂચક બની રહે તેમ છે. આ ગામના લોકો જળસંચય અભિયાનને આશીર્વાદરૂપ ગણી રહ્યા છે અને ખેડૂતો સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : Summer Water Problem : પીવાના પાણી માટે સરકારે ટોલ ફ્રી સેવા કરી શરૂ, રાજ્યમાં 53 ટકા પાણીનો જથ્થો

યોજના ગામ માટે કારગર : ગામમાં ખારા પાણી થકી લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. હવે ગામના આગેવાનો સરપંચ અને કમિટી તેમજ સરકારની આટલી મદદ દ્વારા તળાવો ભરાયા અને અન્ય એક તળાવ ઊંડું કરવાના પ્રયાસ થકી હવે ગામના લોકો, પશુપાલક અને ખેતીમાં ખુબ મોટો ફાયદો થશે તે નક્કી બાબત છે. જોકે, આવી તપતપતી ગરમીમાં અન્ય ગામડાઓના તળાવોની સરખામણીમાં આ ગામનું તળાવ ભરાયેલું છે. તેમજ અન્ય તળાવ ઊંડું થવાથી આજુબાજુના વિસ્તારમાં જળસંચય થશે અને લોકો માટે આ યોજના ગામ માટે કારગર સાબિત થવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.