સાબરકાંઠાઃ જિલ્લા પોલીસે ગુરૂવારના રોજ બોલિવૂડની એક્ટ્રેસ પૂનમ પાંડેના અધ્યક્ષ સ્થાને શક્તિ વિંગની શરૂઆત કરી છે. જે અંતર્ગત આગામી સમયમાં બાળકો વિદ્યાર્થીઓ તેમજ યુવતીઓને થતી તમામ પ્રકારની હેરાનગતિઓમાંથી છુટકારો મળશે કોઇપણ વ્યક્તિ દ્વારા નાના બાળકોથી લઇ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક યુવતીઓને કોઈપણ વ્યક્તિ હેરાન પરેશાન છેડતી સહિત અસામાજિક કૃત્ય કરતા ઝડપાશે તો આવા બનાવોમાં પોલીસ સામેથી સહયોગ આપવાની શરૂઆત કરશે. ગુરૂવારના રોજ સ્થપાયેલ શક્તિ વિગ થકી તમામ પોલીસ મથકોએ મહિલા પોલીસને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. તેમ જ સ્કૂલ કોલેજ અને ભરચક વિસ્તારોમાં મહિલા પોલીસ કામ લાગશે અને ખાનગી ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે.
સાબરકાંઠા જિલ્લા પોલીસે શરૂ કરેલી આ સેવા આગામી સમયમાં ગુજરાતના અન્ય શહેરો તેમજ જિલ્લાઓમાં વધુ અસરકારક બની શકે તેમ છે. મોટાભાગે ગામડાઓ સ્કૂલો અને કોલેજની બહાર બનતી ઘટનાઓ દબાઈ જતી હોય છે. તેમજ નાની બાળાઓથી લઇ વિદ્યાર્થીઓને ન્યાય મળી શકતો નથી. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે શરૂઆત કરેલી શક્તિવિહીન આગામી સમયમાં પોલીસ અને પ્રજા વચ્ચે મહત્વનું સેતુ સાબિત થઈ શકે તેમ છે.
જોકે સાબરકાંઠા જિલ્લાથી શરૂ થયેલી આ મુહિમ આગામી સમયમાં ગુજરાતના કેટલા જિલ્લાઓ અને કેટલા પોલીસ મથકો બનશે એ તો આગામી સમય જ બતાવશે.