ETV Bharat / state

International Yoga Day : વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે હિંમતનગરમાં વિશાળ સંખ્યામાં લોકોએ કરી યોગા દિવસની ઉજવણી

સાબરકાંઠાના હિંમતનગરમાં વિશાળ સંખ્યામાં લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા.

International Yoga Day : વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે હિંમતનગરમાં વિશાળ સંખ્યામાં લોકોએ કરી યોગા દિવસની ઉજવણી
International Yoga Day : વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે હિંમતનગરમાં વિશાળ સંખ્યામાં લોકોએ કરી યોગા દિવસની ઉજવણી
author img

By

Published : Jun 21, 2023, 3:52 PM IST

હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વિશાળ સંખ્યામાં લોકોએ કરી યોગા દિવસની ઉજવણી

સાબરકાંઠા : હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં વહેલી સવારે 9માં યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગા કરીને ઉજવણી કરી હતી.

યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવું, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. - ભીખુસિંહ પરમાર (નાગરિક પુરવઠા પ્રધાન)

ભારતીય સંસ્કૃતિની વિશ્વમાં ઝલક : ભીખુસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન એ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વીકારી પ્રતિ વર્ષ 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી.ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને વિશ્વ 21મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ G-20ની One Earth, One Healthની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે એક પૃથ્વી એક સ્વાસ્થ્યના નારા સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગની થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઈટેડ નેશન્સથી વીડિયો સંદેશ દ્વારાથી જોડાયા હતા. તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાયા હતા.

નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમાર
નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમાર

યોગા આયોજનમાં કોણ કોણ હાજર રહ્યું : આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, કલેકટર નૈમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, નિવાસી અધિક કલેકટર બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ મતી યતીન મોદી, મહિલા અગ્રણી કૌશલ્યા કુવરબા, શહેર અગ્રણી જે.ડી. પટેલ, સિદ્ધાર્થ પટેલ, અધિકારીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગ પ્રેમી લોકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

  1. International Yoga Day: CM પટેલની હાજરીમાં 1.45 લાખથી વધુ લોકોએ યોગા કરી રેકોર્ડ બનાવ્યો
  2. International Yoga Day: હર્ષ સંઘવીએ કહ્યું, ટેકનોલોજીનો ઉપયોગ ભલે કરો પણ યોગા તો અનિવાર્ય
  3. International Yoga Day 2023: નેધરલેન્ડના બે નાગરિકો પણ યોગ સુરતના યોગા ઉત્સવમાં જોડાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.