ETV Bharat / state

માત્ર 10 વીઘાં જમીનમાં નવી પદ્ધતિની મદદથી ખેડૂતે એ કરી બતાવ્યું જે કોઈ ન કરી શક્યું - drip irrigation farming

સાબરકાંઠામાં શાકભાજીમાં અગ્રેસર એવા પ્રાંતિજના ખેડૂતે કોઠાસૂઝથી શાકભાજીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. તેમણે માંડવા પદ્ધતિથી ખેતી કરીને અનેક ખેડૂતોને નવી રાહ ચિંધી છે. Inspirational Farmer, New Techniques in Agriculture.

માત્ર 10 વીઘાં જમીનમાં નવી પદ્ધતિની મદદથી ખેડૂતે એ કરી બતાવ્યું જે કોઈ ન કરી શક્યું

author img

By

Published : Aug 27, 2022, 3:35 PM IST

સાબરકાંઠા જિલ્લાનો પ્રાંતિજ તાલુકો એટલે શાકભાજીમાં અગ્રેસર. આ તાલુકાના પોગલુ ગામના 55 વર્ષીય ખેડૂત હસમુખ પટેલે પોતાની આગવી કોઠાસૂઝથી શાકભાજીની ખેતી (Inspirational Farmer) કરી છે. તેમણે કેમિસ્ટ્રીના વિષયમાં સ્નાતકની પદવી મેળવી છે. તેમણે ખેડૂત તરીકે સારી ખેતી કરી ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને અનેક ખેડૂતોને નવો માર્ગ બતાવ્યો છે.

ડ્રિપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરતા પાણીનો બચાવ થાય છે

વૈજ્ઞાનિક ઢબથી કરે છે ખેતી ખેડૂત હસમુખ પટેલે જણાવ્યું હતું કે, તેઓ 25 વીઘાં શાકભાજીની ખેતી (vegetable cultivation in india) કરે છે. જેમાં તેમની પોતાની જમીન અને બીજા લોકો પાસેથી ભાડા પેટે રાખીને ખેતી કરે છે. હાલમાં વેલાવાળી શાકભાજીની (vegetable cultivation in india) માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબની ખેતી (New Techniques in Agriculture) કરે છે. તેમણે માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે, જે લગભગ 5 વર્ષ સુધી તો ચાલે જ છે. આમાં ટામેટી, દૂધી, કાકડી, કંકોડા જેવી વેલાવાળી શાકભાજી સાથે ડ્રાફ્ટીંગ રિંગણ, વટાણા, મૂળા અને ફૂલાવરની ખેતી કરે છે.

ડ્રિપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરતા પાણીનો બચાવ થાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. આના થકી ખૂબ જ સારી આવક મળે છે. આ વખતે તેમને 6 વીઘાં જમીનમાં ટામેટી, એક વીઘામાં રીંગણ, 2 વીઘાંમાં કારેલી, એક વીઘાંમાં દૂધી, એક વીઘાંમાં કાકડી, આ સિવાય અડધા વીઘાં જમીનમાં કંકોડા વાવ્યા છે. ટૂંક સમયમાં ડ્રાફ્ટિંગ રીંગણ, ચાર વિધા જમીનમાં ફ્લાવર, એક વીઘામાં વટાણા, મૂળા જેવા વિવિધ શાકભાજી કરવાના (vegetable cultivation in india) છે.

વૈજ્ઞાનિક ઢબથી કરે છે ખેતી
વૈજ્ઞાનિક ઢબથી કરે છે ખેતી

પ્રાયોગિક ધોરણે કરી ખેતી હાલમાં તેઓએ પ્રાયોગિક ધોરણે અડધા વીઘાં જમીનમાં કંકોડાની માંડવા પદ્ધતિથી ખેતી (vegetable cultivation in india) કરી છે. આમાં આંતરા દિવસે 20થી 25 કિલો કંકોડા નીકળે છે. તેઓ હોલસેલ ભાવમાંથી 100 રૂપિયા પ્રતિકિલો કંકોડાનું વેચાણ કરે છે. આ સિવાય તેઓ જણાવે છે કે, ત્રણ વીઘાં જે ડ્રાફ્ટિંગ રીંગણ કરવાના છે. તેનું લગભગ આ વખતે તેમને 2,600 મણ જેટલો ઉતારો મળશે.

આ પણ વાંચો વાંસ પ્લાસ્ટિકનો પર્યાય બની રહે તે માટે પણ એક પહેલ, કૃષિ યુનિવર્સિટીની વનીય કોલેજ

8 લાખનો થયો નફો ટામેટામાંથી ગયા વર્ષે 10,00,000ના ટામેટાનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે તેમણે 15 વીઘાં શાકભાજી કરી (vegetable cultivation in india) હતી. આમાંથી 15,00,000નું વેચાણ કર્યું હતું. પ્રથમ વખત માંડવાનો અને બીજા બધા ખર્ચ કાઢતાં તેમણે 7થી 8 લાખ રૂપિયાનો નફો થયો હતો. આ વર્ષે નફાનું પ્રમાણ વધુ રહેશે. કારણ કે, આ વર્ષે માંડવાનો ખર્ચ નહીં થાય.

ખેડૂત માંડવા પદ્ધતિથી કરે છે ખેતી
ખેડૂત માંડવા પદ્ધતિથી કરે છે ખેતી

મલ્ચિંગ પદ્ધતિ સારો વિકલ્પ તેમણે જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રિપ ઈરિગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે. જેથી પાણીનો વ્યય ના થાય અને છોડને જરૂર મુજબનું પાણી મળી રહે તથા છોડમાં લાંબો સમય ભેજ ટકી રહે તે માટે મલ્ચિંગ ખૂબ જ સારો વિકલ્પ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી પદ્ધતિસરની ખેતી કરવામાં પાણીનો બચાવ થાય છે, જે લાંબા ગાળે ખૂબ જ મહત્વનો સાબિત થાય તેમ છે. હાલમાં વડાપ્રધાન દ્વારા જળસંચય અને જળસંરક્ષણની જે વાતો કરવામાં આવી રહી છે. તેનો મુખ્ય લાભ ખેડૂતને (Inspirational Farmer) થવાનો છે.

આ પણ વાંચો એક ખેડૂતે ખેતીમાં નવતર પ્રયોગ કરીને કરી બચત! કર્યું શું જૂઓ

નોકરી કરવાની જરૂર નહીં કારણ કે, પાણીની સૌથી વધુ જરૂર ખેતીમાં પડતી હોય છે. ખેડૂત માટે પાણી સૌથી મહત્વનો (vegetable cultivation in india) મુદ્દો છે. પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે. આના કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાથી જમીન બિન ઉપજાઉ થવાના સંભવ રહે છે. ડ્રિપ ઈરીગેશન (drip irrigation farming), મલ્ચિંગ પદ્ધતિ પાણીના બચાવવા માટેનો સારો સોર્સ બની રહેશે. અંતમાં હસમુખભાઈ જણાવે છે કે, 10 વીઘાં જમીનમાં સારી ખેતી કરો તો નોકરીની જરૂર ન રહે. તેઓ આ શાકભાજીની ખેતીમાં 15થી 20 માણસોની રોજી પૂરી પાડી શકે છે, જે તેમના માટે ખૂબ જ સંતોષ અને ખુશીની વાત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.