- સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે વિકાસ અધિકારી રાજેશ પટેલને અપાયો ચાર્જ
- જિલ્લામાં હવે નવા કલેકટરની થશે નિમણુંક
સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે છેલ્લા એક વર્ષથી સી.જે.પટેલ ફરજ બજાવતા હતા પરંતુ વય નિવૃત્તિને પગલે તેમની જગ્યાએ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા સમાહર્તા તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જેના પગલે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી રાજેશ પટેલ હવે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા તરીકે પણ કામગીરી કરશે.
વહીવટનો વધશે ભાર
સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામગીરી સંભાળતા રાજેશ પટેલ હવે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીનો પણ ચાર્જ સંભાળશે જેના પગલે હવે એક જિલ્લા પંચાયત આઠ તાલુકા પંચાયત તેમજ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીની કામગીરી પણ રાજેશ પટેલના માથે આવતા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વહીવટી અધિકારી તરીકેની કામગીરી વધશે તેમજ કામગીરી વધતા જવાબદારી પણ એટલી જ મહત્વની બની રહેશે.