સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં શીત લહેર ચાલી રહી છે તેમજ ઠંડીના પગલે જનજીવન ઉપર પણ વ્યાપક પ્રભાવ સર્જાય છે. ત્યારે ખેડૂત જગત માટે આ ઠંડી ફાયદાકારક સાબિત થઈ રહી છે. પરંતુ ખેડૂતોને સામે વધુ ઠંડી પણ ચિંતા જોવા મળી રહી છે. જો વધારે ઠંડી પડશે તો પાકને નુકશાન થઇ શકે છે.
પાકમાં અસર થઈ: સમગ્ર ઉત્તર ભારત સહિત ગુજરાત અને સાબરકાંઠામાં ઠંડીના પગલે ઠુંઠવાઈ રહ્યા છે.ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. વ્યાપક ઠંડીના પગલે મોટાભાગના પાકો માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. જેના પગલે ખેડૂત જગતને પણ તેનો ખૂબ મોટો ફાયદો મળશે તે નક્કી છે. સાથોસાથ આ વર્ષે તો માળખું બટાકા ઘઉં ચણા સહિતના પાકોનું વાવેતર પણ વધ્યું છે. જોકે રવિ સિઝનમાં ઠંડીનું વાતાવરણથી પાકોમાં વ્યાપક અસર રહે છે. ત્યારે હાલના તબક્કે ઠંડી જો યથાવત રહેશે તો ખેડૂતોની ઉત્પાદન વધતા આર્થિક દ્રષ્ટિએ ફાયદો મળશે. પરંતુ આગામી સમયમાં હીમપ્રપ્રાત સહિત કમોસમી વરસાદ કે વાદળછાયુ વાતાવરણ સર્જાશે તો ખેડૂત જગત માટે સમગ્ર ઠગારી નીવડે તેવી પણ સંભાવનાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો પ્રાકૃતિક ખેતી અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી ખેડૂત કમાયાં લાખોમાં
વાવેતર વિસ્તાર વધ્યો: જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તારમાં પણ સાબરકાંઠા જિલ્લામાં ખૂબ મોટો વધારો થયો છે. 100% વરસાદને કારણે ઘઉં જણાવો તમાકુ તેમજ બટાકાનો વાવેતર વિસ્તાર વધ્યો છે. ત્યારે હાલના તબક્કે વ્યાપક ઠંડીના પગલે રવિ સિઝન માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. જોકે વ્યાપક ઠંડી સહિત આગામી સમયમાં માવઠું વાદળછાયુ વાતાવરણ કે હજુ હિમચાદર પથરાય તો ખેડૂતો માટે અનુકૂળ વાતાવરણની સ્થિતિ બદલાય તેમ છે. તેમજ ખેડૂતો માટે બદલાયેલું વાતાવરણ રવિ સિઝનનો તૈયાર થયેલો પાક માટે અભિશાપ રૂપ પણ બની શકે તેમ છે.
આ પણ વાંચો રાષ્ટ્રીય ખેડૂત દિવસ ફક્ત ભારતમાં જ કેમ 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે
ઠંડીનો કહેર: હાલના તબક્કે સમગ્ર જિલ્લા સહિત રાજ્ય અને પૂર્વ ભારતમાં ઠંડીનો કહેર ચાલી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝન માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. 24 કલાકમાં પારો બે ડિગ્રી વધી 9.4 એ પહોંચ્યો હતો. કેશોદ અને પોરબંદરમાં 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં મધ્યરાત્રીએ 7 ડિગ્રી નોંધાયું હતું. ઓખા 18.9. ભાવનગરમાં 11.4, દ્વારકા 12.8, વેરાવળ 13.4, કેશોદ 8.5 ડિગ્રી, દીવ 10.8, સુરેન્દ્રનગર 10.2, મહુવા 9.9 તાપમાન નોંધાયું હતું. હવે જો ઠંડી પડશે તો ખેડૂતોને ભારે નુકશાન થઇ શકે છે.