ETV Bharat / state

હિંમતનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઇ, 12 માર્ચની કોંગ્રેસ રેલીમાં ભાગ લેવા તૈયારીઓ - હિંમતનગર

હિંમતનગરના નવા સર્કિટ હાઉસમાં આજે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર તેમજ સંગઠન પ્રભારી રૂપેશ બઘેલના અધ્યક્ષસ્થાને 12 માર્ચના રોજ અમદાવાદમાં યોજાનારી રેલી માટે બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને હાજર રહેવા હાકલ કરાઇ છે.

sabarkantha-congress-meeting-for-12-march-rally-of-gujarat-congress
હિંમતનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઇ, 12 માર્ચની કોંગ્રેસ રેલીમાં ભાગ લેવા તૈયારીઓ
author img

By

Published : Mar 6, 2020, 7:25 PM IST

હિંમતનગરઃ હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે આજે સંગઠન પ્રભારી રૂપેશ બઘેલ તેમજ પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના અધ્યક્ષસ્થાને નવા સર્કિટહાઉસ ખાતે કોંગ્રેસના પદાધિકારીઓ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ આગેવાનો અને ટેકેદારો સાથે આગામી 12 માર્ચે યોજાનારી રેલીમાં ખાસ હાજર રહેવા માટે હાકલ કરવામાં આવી છે. કોંગ્રેસ 12મી માર્ચે દાંડી ખાતે યોજાનારી રેલીમાં સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક લોકોને હાજર રહેવા તેમજ જિલ્લામાં છેવાડાના વ્યક્તિ સુધી કોંગ્રેસ દ્વારા યોજાનાર રેલીની માહિતી પહોચાડવા રજૂઆત કરવામાં આવી હતી.

હિંમતનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઇ, 12 માર્ચની કોંગ્રેસ રેલીમાં ભાગ લેવા તૈયારીઓ

રૂપેશ બઘેલઃ કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી, તેમ જ આજની તારીખે કોંગ્રેસ મળીને કામ કરી રહી છે.

આ બેઠકમાં ભાજપ સરકાર તેમજ ભાજપની વિચારધારા સામે ટકી રહેવા એકમત થવાની વાત કરવામાં આવી હતી. આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકા, મહાનગરપાલિકાના ઉમેદવારો માટે છેવાડાના વ્યક્તિના સંપર્ક અને ભરોસાપાત્ર ઉમેદવારોને કોંગ્રેસ મહત્વ આપશે એમ પણ રૂપેશ બધેલે જણાવ્યું હતું.

જોકે, સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલી કોંગ્રેસની બેઠક આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમ જ પાલિકામાં કેટલો ફાયદો કરાવી આપશે એ તો સમય બતાવશે પરંતુ દાંડી યાત્રામાં લોકોને હાજર રહેવા ખાસ સૂચવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.