ETV Bharat / state

વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટુકાવ્યું, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો - sabarkantha letest news

સાબરકાંઠાના વડાલીમાં શુક્રવારે વ્યાજખોરોના ત્રાસના પગલે સેલફોસની ગોળી ખાઇ આપઘાત કરનાર 30 વર્ષીય યુવકનું મોત થવાના મામલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને આરોપીઓને તાત્કાલિક અટકાયત બાદ જ મૃતદેહ સ્વીકારવાની વાત કરતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે. જો કે, આરોપીઓમાં એક આરોપી પોલીસ કોન્સ્ટેબલ હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે પોલીસ સામે પોલીસ કેવા પગલાં ભરે છે. તે પણ મહત્વનું બની રહે છે.

aa
સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના પગલે મૃતકના પરિવારજનો બન્યા મક્કમ, આરોપીઓ ઝડપાય નહિ ત્યાં સુધી મૃતદેહ નહિ લેવાય
author img

By

Published : Feb 15, 2020, 4:40 PM IST

સાબરકાંઠાઃ વડાલીમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ યથાવત હતો. જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસની કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાના પગલે શુક્રવારે વધુ એક યુવકે ઝેરી ગોળી ખાઇને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જો કે, આરોપીઓમાં એક પોલીસ કોન્સ્ટેબલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે હવે સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ સર્જાયો છે.

સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના પગલે મૃતકના પરિવારજનો બન્યા મક્કમ, આરોપીઓ ઝડપાય નહિ ત્યાં સુધી મૃતદેહ નહિ લેવાય
વ્યાજખોરોના ત્રાસથી ઝેરી ગોળી ખાઇ આપઘાત કરનાર યુવકના પરિવારજનોએ હવે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમજ વ્યાજખોરોને તાત્કાલિક અટકાયતની માગ કરી છે. તેમજ જ્યાં સુધી આરોપીઓની અટકાયત ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દેતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે મોટાભાગના વ્યાજખોરોની પોલીસ સાથે મિલીભગત હોવાની બાબતો પ્રકાશમાં આવ્યા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવાના પગલે વ્યાજખોરો બેફામ બન્યા છે. જો કે, બેફામ બનેલા વ્યાજખોરો દિન-પ્રતિદિન કેટલાય પરિવારોના મોત બદલ જવાબદાર બને છે. છતાંય વહીવટી તંત્ર કે, પ્રશાસન તંત્ર કામગીરી ભરવામાં ઉણી ઉતરી છે. ત્યારે વડાલીમાં આગામી સમયમાં વ્યાજખોરોના વિષચક્રમાં પગલે મોતને ભેટેલા યુવકના મૃત્યુ મામલે રાજકારણ કેવું હશે એ તો આગામી સમય બતાવશે. સમગ્ર જિલ્લામાં વ્યાજખોરોના પગલે વધુ એકનું મોત થતાં આસપાસના વિસ્તારો સહિત પરિવારજનોમાં ભારે શોખ વ્યાપ્યો છે. અત્યારે મૃતકના પરિવારને માગને આગામી સમયમાં કેટલા અંશે વહીવટીતંત્ર સ્વીકાર છે. તો સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.