ETV Bharat / state

Sabarkantha News : સગર્ભા મહિલાની કેલ્શિયમની દવામાંથી લોખંડનો સળિયો નીકળ્યો, કંપનીનું લાઇસન્સ રદ

સાબરકાંઠાના ખેડબ્રહ્માની સગર્ભા મહિલાએ મેડિકલમાંથી લીધેલી કેલ્શિયમની દવામાંથી લોખંડનો સળિયો હતો. આ મામલે મહિલાના પરીવારજનોએ મદદનીશ ફૂડ કન્ટ્રોલ વિભાગને જાણ કરાતા વડોદરા સ્થિર કંપનીનું લાઇસન્સ રદ કરી દેવાયું છે.

Sabarkantha News : સગર્ભા મહિલાની કેલ્શિયમની દવામાંથી લોખંડનો સળિયો નીકળ્યો, કંપનીનું લાઇસન્સ રદ
Sabarkantha News : સગર્ભા મહિલાની કેલ્શિયમની દવામાંથી લોખંડનો સળિયો નીકળ્યો, કંપનીનું લાઇસન્સ રદ
author img

By

Published : May 3, 2023, 3:40 PM IST

ખેડબ્રહ્માની સગર્ભા મહિલાની કેલ્શિયમની દવામાંથી લોખંડનો સળિયો નીકળ્યો

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં થોડા દિવસો અગાઉ કેલ્શિયમ ની ગોળીમાંથી લોખંડનો તાર નીકળતા ચકચાર મચી ગઈ હતી. સગર્ભા મહિલાને ડોક્ટર દ્વારા દવા લખી દેવામાં આવી હતી. જે મહિલા સ્થાનિક મેડિકલમાંથી દવા ખરીદી હતી. જે દવા ગોળી અડધી કરતા તેમાંથી લોખંડનો સળીયો નીકળતા મહિલા સ્તબ્ધ થઈ ગઈ હતી. જે મામલે મહિલાના પરિવારે ફૂડ કન્ટ્રોલ વિભાગને જાણ કરી હતી. જોકે, આ મામલે વડોદરાના વાઘોડિયા સ્થિત કંપનીનું લાયસન્સ રદ કરાતા સાબરકાંઠા જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે.

શું છે સમગ્ર મામલો : સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અનિતા પટેલ નામની સગર્ભા મહિલાને કેલ્શિયમની ઉણપ સર્જાતા સ્થાનિક ડોક્ટર દ્વારા કેલ્શિયમ સહિત વિટામિનની ગોળી લખી આપવામાં આવી હતી. જેના પગલે અનિતા પટેલે સ્થાનિક મેડિકલમાંથી વાઘોડિયા સ્થિત સનવિજ નામની કંપનીની કેલ્શિયમની ગોળી ખરીદી હતી. જોકે અનિતા પટેલ પહેલેથી જ કેપ્સુલ હોય કે ગોળી હોય તેને અડધી કરીને જ ગોળી લેતા હતા, ત્યારે ડોક્ટર દ્વારા સજેસ્ટ કરાયેલી કેલ્શિયમની ગોળી અડધી કરતા તેમાંથી લોખંડનો સળીયો નીકળ્યો હતો.

આ પણ વાંચો : Pregnancy Drug: યુએસ માર્કેટમાંથી ગર્ભાવસ્થાની દવા દૂર કરવામાં આવી રહી છે, શું છે કારણ

કંપનીનું લાઇસન્સ રદ : ગોળીમાંથી લોખંડનો સળીયો નીકળતા અનિતા પટેલ સહિત તેમનો પરિવાર સ્તબ્ધ થઈ ચૂક્યો હતો. આ મામલે તેમને સાબરકાંઠા ફૂડ વિભાગ સહિત વડોદરા મદદનીશ ફૂડ કન્ટ્રોલ વિભાગને જાણ કરાતા તેમને સનવીજ કંપનીને વારંવાર બોલાવી હતી. જોકે કંપની આ મામલે એક પણ વાર હાજર ન રહેતા આખરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેમનું લાઇસન્સ રદ કરી દેવાય છે. આ મામલે ફરિયાદી બનેલા અનિતા પટેલે જણાવ્યું હતું કે, માનવ જીવન સાથે સ્થાનિક ખાનગી કંપનીઓ દ્વારા કરાઈ રહેલી રમત આગામી સમયમાં અન્ય કોઈપણ વ્યક્તિ સાથે ન યોજાય તેવી રજૂઆત કરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ડોકટર પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા મેડિકલ સ્ટોરના શટર પડ્યા, 1284 લાયસન્સ સસ્પેન્ડ

તાર પેટમાં જાત તો : સાબરકાંઠા જિલ્લાના દેરોલ કંપા ખાતે રહેતા ગર્ભવતી મહિલા દર્દી અનિતા પટેલ દ્વારા ડો. ગણેશ પટેલની પ્રગતિ હોસ્પિટલ સંલગ્ન મેડીકલ સ્ટોર્સમાંથી કેલ્શિયમની દવા ખરીદી હતી, પરંતુ ઘરે જઈ આ ટેબલેટ ચકાસતા તેમાંથી તાર નિકળ્યો હતો. જો આ તાર પેટમાં જાત તો માતા અને ગર્ભસ્થ બાળકનો જીવ જોખમમાં આવી જાત, ત્યારે દવા બનાવતી ફાર્મા કંપનીની આવી ઘોર બેદરકારી વિરુદ્ધ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરને ફરિયાદ કરી હતી. જેના પગલે વડોદરામાં વાઘોડિયા સ્થિત ફાર્મા કંપની સનવીજ ડ્રગ્સ પ્રા. લિમિટેડનું લાયસન્સ સસ્પેન્ડ કર્યુ હતું. જોકે આ સમગ્ર મામલે આગામી સમયમાં કેવા અને કેટલા પગલાં લેવાય છે તે મહત્વનું બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.