સાબરડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીની તમામ દૂધ મંડળીઓને પરિપત્ર આપવામાં આવ્યો છે કે, હવે તેઓ દ્વારા ઘેટા, બકરા તેમજ ઉંટડીનું દુધ સ્વીકારવામાં આવશે નહીં. બીજી ડેરીઓએ ઉંટડીના દૂધની પ્રોડક્ટ બજારમાં મુકી છે, તો બીજી બાજુ સાબરડેરીએ આવું જ દૂધ ગુણવત્તા બગાડતું હોવાનું જણાવીને ઘેટા, બકરા તેમજ ઉંટડીના દૂધ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના પગલે માલધારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.
સાબરડેરીની આ જાહેરાતને લઈને જિલ્લામાં અંદાજીત 8 હજારથી વધુ માલધારીઓ માટે જીવન મરણનો સવાલ સર્જાયો છે. જો કે હજુ સુધી આ બાબતે સાબરડેરી દ્વારા માલધારીઓ માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.