- સાબરકાંઠાના હિંમતનગરના દૂધ મંડળીનું દૂધ બંધ કરાયું
- બનાવટી દૂધ ભરાવવાના મામલે લેવાયો નિર્ણય
- પશુપાલકોનું 3000 લિટર દૂધ ઘરે રહેશે
સાબરકાંઠા : હિંમતનગરના બેરણા ગામે બનાવટી દૂધ મામલો ગરમાતા સાબર ડેરી દ્વારા એક દિવસનું દૂધ ન કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત આજે ગીરના દૂધ મંડળીનું 3,000 લિટરથી વધારે દૂધ સાગર ડેરીએ સ્વીકારી નથી. જેના પગલે સ્થાનિક પશુપાલકોમાં રોષ ફેલાયો છે. સામાન્ય સંજોગોમાં સાબર ડેરી સાથે બનાવટ કરનાર સુરભી ડેરી સામે ચોક્કસ પગલાનો અભાવ છે. બીજી તરફ સમગ્ર મામલાથી વિમુખ રહેલા પશુપાલકોને આજના તબક્કે ભોગવવાનું આવ્યું છે.
આ પણ વાંચો : આણંદ બાદ રાજકોટમાં Amul, 135 એકરમાં નિર્માણ કરાશે
સુરભી ડેરીમાંથી છેલ્લા કેટલાક સમયથી બનાવટી દૂધ સાબરડેરીમાં મોકલવામાં આવતું
બેરાણા નજીક આવેલી સુરભી ડેરીમાંથી છેલ્લા કેટલાક સમયથી બનાવટી દૂધ સાબરડેરીમાં મોકલવામાં આવતું હતું. જોકે, સાબર ડેરી દ્વારા અચાનક દૂધની તપાસ હાથ ધરાતા બનાવટી દૂધ હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત સાબર ડેરી બેરણા ગામના પશુપાલકોનું એક દિવસનું દૂધ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, સ્થાનિક પશુપાલકોના કોઈ પણ ગુના વગર તેમનું દૂધ બંધ કરવામાં આવતા સ્થાનિક કક્ષાએ વિરોધાભાસ સર્જ્યો છે.
આ પણ વાંચો : કચ્છમાં ગુજરાતનો સર્વપ્રથમ સોલાર સિસ્ટમથી ચાલતો આધુનિક કેટલફીડ પ્લાન્ટ શરૂ કરાયો
જિલ્લામાં અન્ય કેટલાક લોકો માટે સાબર ડેરી દ્વારા ચોક્કસ તપાસ હાથ ધરી
એક તરફ શુદ્ધતાની વાતો તો બીજી તરફ કોરોના મહામારીમાં પણ સામાન્ય જન સમુદાયના સ્વાસ્થ્ય સાથે ચેડા આગામી સમયમાં ગંભીર પરિણામ લાવી શકે તેમ છે. ત્યારે જોવાઇ રહી છે કે, જિલ્લામાં અન્ય કેટલાક લોકો માટે સાબર ડેરી દ્વારા ચોક્કસ તપાસ હાથ ધરી આવા તત્વો સામે ચોક્કસ પગલાં લેવાશે.