સાબરકાંઠાઃ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં 22 દૂધ મંડળીઓ તેમજ સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે જીવા દોરીનું એક માત્ર સાધન સાબર ડેરી બની રહી છે. તેમજ સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન માંસાબર ડેરી દૂધના ભાવ આપવામાં નંબર વન રહી છે. તો હવે નિયામક મંડળ દ્વારા પશુપાલકો માટે 10 ટકા જેટલા વાર્ષિક દૂધ વધારો નક્કી કરવામાં આવતા જિલ્લાના તમામ પશુપાલકો માટે એક આશાનું કિરણ બંધાયું છે.
સાબર ડેરી દ્વારા પાંચ હજાર કરોડથી વધારેનું તેમજ દૂધ વધારાથી દૂધ અને દૂધની બનાવટોમાં આવેલી વૈશ્વિક માંગ તેમજ તેેજીથી કોરોના વાઈરસ મહામારી વચ્ચે સાબર ડેરીએ બંને જિલ્લાના પશુપાલકોને રોજગારીની તક પૂરી પાડી છે. લોકડાઉન દરમિયાન સાબર ડેરી દ્વારા એક પણ દિવસ દૂધ ખરીદવાનું બંધ રખાયુ ન હતું, તેમજ દિલ્હીથી હૈદરાબાદ સુધી દૈનિક 13 લાખ લીટર જેટલું દૂધ છેવાડાના વ્યક્તિને પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે ગત વર્ષે સો ટકા ભાવવધારો અને આ વર્ષે 10 ટકા જેટલો ભાવ વધારો નક્કી કરવાથી સ્થાનિક પશુપાલકોએ આનંદ અનુભવ્યો છે.
જો કે આગામી સમયમાં સાબર ડેરી સ્થાનીય પશુપાલકો માટે સહાયક ભૂમિકા ભજવવા સમર્થ બનશે કે કેમ? એ તો સમય જ બતાવશે.