ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકમાં 6 લાખની ચોરી, ઘટના CCTVમાં કેદ - સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેન્કમાં ચોરી

સાબરકાંઠાઃ જિલ્લાના તલોદ ખાતે આવેલી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકમાં 6 લાખની ચોરીની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં CCTVમાં કેદ થયેલી ફૂટેજ મહત્વની કડી સાબિત થઈ છે.

sabarkatha
sabarkatha
author img

By

Published : Jan 16, 2020, 3:39 AM IST

મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના ATMમાં 11 લાખની રકમ મૂકવાની હતી. જેની માટે રૂપિયા 500 અને 2000ની ચલણી નોટોના બંડલોની મશીનથી ગણતરી કરવાની કામગીરી ચાલુ હતી. ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ બેન્કમાં પ્રવેશ કર્યો હતો અને તે 2000ની 3 નોટોના બંડલો લઈને ફરાર થઈ ગયો હતો. જેમાં 6 લાખની રકમ હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકમાં 6 લાખની ચોરી, ઘટના CCTVમાં કેદ

મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના ATMમાં 11 લાખની રકમ મૂકવાની હતી. જેની માટે રૂપિયા 500 અને 2000ની ચલણી નોટોના બંડલોની મશીનથી ગણતરી કરવાની કામગીરી ચાલુ હતી. ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ બેન્કમાં પ્રવેશ કર્યો હતો અને તે 2000ની 3 નોટોના બંડલો લઈને ફરાર થઈ ગયો હતો. જેમાં 6 લાખની રકમ હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકમાં 6 લાખની ચોરી, ઘટના CCTVમાં કેદ
Intro:સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંક માં આજે છ લાખની ચોરી થતાં સમગ્ર શહેરમાં સનસનાટી વ્યાપી હતી તેમજ આરોપી સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાલમાં તપાસનો ધમધમાટ આદરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Body:
સાબરકાંઠાના તલોદ ખાતે આવેલી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંક માં આજે સવારે ૧૦ લાખની ચોરી થતા સમગ્ર શહેરમાં ખળભળાટ સર્જાયું છે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંક ના એટીએમમાં 11 લાખ જેટલી રકમ મૂકવાની હતી જે માટે રૂપિયા ૫૦૦ અને 2000 ની ચલણી નોટોના બંડલો એટીએમમાં જમા કરાવવા પહેલા મશીનથી ગણતરી કરવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી જેમાં રૂપિયા 500ના બંડલ ગણાય તે પહેલા અજાણ્યા ઇસમે બેંક માં પ્રવેશ કરી રૂપિયા 2000ની નોટો ના ત્રણ બંડલો લઈ ફરાર થઈ ચૂક્યો હતો છ લાખ જેટલી માતબર રકમ સરળતાથી લઈ આરોપી ફરાર થતો હોય તે દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયું છે જેના પગલે સ્થાનિક ઇન્ચાર્જ મેનેજર આ વિષય તલોદ પોલીસ મથકને જાણ કરતાં પોલીસે તાત્કાલિક ધોરણે સાબરકાંઠા બેન્કમાં દોડી આવી આરોપીને ઝડપી લેવા માટે સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે અને સીસીટીવી ફુટેજમાં ઝડપાયેલા શખ્સને ઝડપી લેવા માટેના ચક્રો પોલીસે તેજ કર્યા છે જો કે આરોપી જે પ્રકારે બેંકમાં આવે છે અને ચોરી કરીને સરળતાથી પલાયન થઈ જાય છે તે જોતા એટલું ચોક્કસ કહી શકાય કે ચોરીનો આંક પ્રથમ બનાવ નહીં હોય આરોપી યુવકે આ અગાઉ પણ કેટલીય ચોરી કરી હશે જેના પગલે સ્ટાફ અને સ્થાનિક બેંકિંગ વ્યવહાર માટે આવેલા લોકોની વચ્ચેથી સરળતાથી રૂપિયા ૬ લાખની ચોરી કરી ફરાર થયો છે જોકે હાલમાં આ મુદ્દે સીસીટીવી ફૂટેજ site સ્થાનિક પોલીસે પણ એક્શનમાં આવી તપાસ આરંભી છે ત્યારે જોવું છે કે આરોપી સાથે સ્થાનિક સભાસદોના પૈસા ક્યારે અને કેટલા સમયમાં પરત આવે છે.

બાઈટ રમેશ , ઇન્ચાર્જ બેંક મેનેજર તલોદ સાબરકાંઠા મધ્યસ્થ બેંક

વોક થ્ર્યું
Conclusion:જો કે આરોપીઓ ક્યારેય ઝડપાય છે તેમ જ મૂળ રકમ ક્યારે બેંકને પરત મળશે એ તો આવનારો સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.