ETV Bharat / state

Rain in Himmatnagar : મેઘરાજા હવે વરસાદના બીજા રાઉન્ડ પર નીકળ્યા - Weather forecast for rain

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં (Rain in Himmatnagar) ફરી મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હિંમતનગરના ગ્રામ્ય પથંકમાં સારા વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ (Rain Forecast in Gujarat) સર્જાયો છે ત્યારે જાણો ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે.

Rain in Himmatnagar : મેઘરાજા હવે વરસાદના બીજા રાઉન્ડ પર નીકળ્યા

author img

By

Published : Aug 8, 2022, 11:48 AM IST

Updated : Aug 8, 2022, 2:57 PM IST

સાબરકાંઠા : રાજ્યમાં થોડા વિરામ પછી ફરી એક વાર મેઘ મહેર જોવા (Heavy Rain restart in all over Gujarat) મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક (Rain in Himmatnagar) સપ્તાહ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારેથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. તાલુકામાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી જોવા મળી હતી. વરસાદના બીજા રાઉન્ડ સાથે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : અનેક જિલ્લાઓમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ

સાબરકાંઠામાં અહીં પડી રહ્યો છે વરસાદ - બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં (Heavy Rain in Sabarkantha District ) વડાલી તાલુકાના થેરાસણા, વડાલી કંપા, રવિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વડાલી તાલુકામાં બીજા રાઉન્ડમાં વરસાદી માહોલ જામતા 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડબ્રહ્મા તાલુકામાં રાધીવાડા, મેત્રાલ, માતાજીકંપા લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે (Weather forecast for rain) હાલ મહદંશે વરસાદ નોંધાયો છે. ત્યારે હવે જોવું રહ્યું કે, વરસાદનો બીજો રાઉન્ડ રાજ્યમાં કેવો રહેશે.

આ પણ વાંચો- અંબાજીમાં અડધા કલાકમાં બે ઈંચ વરસાદ, પાણીમાં વાહનો થયા ગરકાવ

બનાસકાંઠા રાજકોટમાં વરસાદ - આ ઉપરાંત બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના પાલનપુર,વડગામ, ડીસા,દિયોદર, ધાનેરા, દાંતીવાડા અને અમીરગઢ પંથકમાં વરસાદનું આગમન થયું છે. ત્રણ દિવસના વિરામ બાદ ફરીથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ખેડૂતોની ખેતરમાં વાવણી બાદ વરસાદથી ખેડૂતો હરખાતા જોવા મળ્યા છે. તો આ તરફ રાજકોટની વાત કરવામાં આવે તો જિલ્લામાં રવિવારે સવારથી જ વરસાદી વાતાવરણ (Heavy Rain in Rajkot District) જોવા મળ્યું હતું. જ્યારે ઉપલેટા અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. તો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં અંદાજિત 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગોંડલ પંથકમાં પણ લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો.

Last Updated : Aug 8, 2022, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.