ETV Bharat / state

હિંમતનગરમાં જન સેવા કેન્દ્રમાં પગાર ના અભાવે કાર્યવાહી ઠપ્પ - હિંમતનગર

સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા છ માસથી પગાર ન મળતા જનસેવાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ કામકાજ અટકાવતા ત્રણ કલાક સુધી જનસેવાનું કામ ઠપ્પ રહ્યું હતું. જો કે વહીવટી તંત્ર અને સમજાવટથી હાલ પૂરતું કામ શરૂ કરાયું છે.

હિંમતનગરમાં જન સેવા કેન્દ્રમાં પગાર ના અભાવે કાર્યવાહી ઠપ્પ

author img

By

Published : Dec 29, 2020, 10:22 AM IST

Updated : Dec 29, 2020, 10:36 AM IST

  • હિંમતનગરમાં જનસેવાના કર્મચારીઓ પગાર વિહોણા
  • છેલ્લા છ માસથી નથી મળ્યો પગાર
  • ખાનગી સંસ્થાનો કોન્ટ્રાક્ટ ત્રણ દિવસમાં પૂર્ણ
  • કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓની સ્થિતિ કફોડી

સાબરકાંઠા: હિંમતનગરમાં જનસેવામાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા છ માસથી પગાર ન મળતા આખરે તમામ કર્મચારીઓએ કામ કરવાનું છોડી દેતા ત્રણ કલાક સુધી જનસેવાનું કામકાજ ઠપ્પ રહ્યું હતું. જેના પગલે જનસેવા કેન્દ્રમાં આવેલા વ્યક્તિઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હોવા છતાં કામ ન થવાની પગલે પરત ફર્યા હતા. જોકે સતત ત્રણ કલાક સુધી કામકાજથી અળગા રહેલા કર્મચારીઓને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમજાવટ કરવામાં આવતા આખરે તેમને કામકાજની શરૂઆત કરી હતી. જોકે ખાનગી કંપનીએ કરેલા કોન્ટ્રાક્ટ અનુસાર કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર નથી તો બીજી તરફ આગામી ત્રણ દિવસમાં કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા નથી. સ્થાનિક કામ કરનારા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે, ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ મામલે કેવા નિર્ણય લેવાય છે.

હિંમતનગરમાં જન સેવા કેન્દ્રમાં પગાર ના અભાવે કાર્યવાહી ઠપ્પ

સાબરકાંઠામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં જનસેવાના કર્મચારીઓની કફોડી સ્થિતિ

હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા છ માસથી પગાર ન મળતા તમામની હાલત કફોડી થઇ છે. એક તરફ કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં મહામારી સહિત મંદીનો માર પડી રહ્યો છે તેવા સમયે છ માસથી પગાર ન મળતા તમામ કર્મચારીઓ માટે કફોડી સ્થિતી નિર્માણ થઇ છે. જોકે આગામી સમયમાં હજુ સુધી પગાર ન થાય તો તમામ કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.

ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ ત્રણ દિવસમાં પૂર્ણ

હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં 29 થી વધારે જનસેવાના કર્મચારીઓ ને રુદ્રા ઓટો મિશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા 11 માસ કરાર આધારિત જનસેવા કેન્દ્રમાં મોકલી આપવામાં આવી હતી. જો કે છેલ્લા છ મહિનાથી પગાર ન આવતા તમામ કર્મચારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, તેવા સમયે આજદિન સુધી એક પણ કર્મચારીને નોકરી સિવાય કોઈપણ લાભ મળી શકતો નથી. તેમજ કંપનીને મળેલા કોન્ટ્રાક્ટની સમય મર્યાદા માત્ર ત્રણ દિવસમાં પૂરી થવા છતાં પાછલા છ મહિનાનો પગાર ન મળતાં હવે કર્મચારીઓની ધીરજનો પણ અંત આવ્યો છે.

સ્થાનિકોને ભારે હાલાકી

હિંમતનગરના જનસેવાના કર્મચારીઓએ પગારની કરવાના પગલે ત્રણ કલાક પોતાની કામગીરી અટકાવી હતી. જેના પગલે ત્રણ કલાક સુધી કામકાજથી આવેલા તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આગામી સમયમાં ખાનગી કંપની દ્વારા તમામ કર્મચારીઓને પગાર નહીં આપવામાં આવે તો સંપૂર્ણપણે કામકાજ બંધ થાય તેવી સંભાવના છે, ત્યારે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ પ્રયાસ નહીં કરાઇ તો સ્થાનિકોને પણ પોતાના કામકાજ માટે હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ છે.

Last Updated : Dec 29, 2020, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.