- સાબરકાંઠામાં આશા વર્કરનો હંગામો
- માંગણીઓ ન સ્વીકારાતાં વિરોધ
- હિંમતનગરમાં નોંધાવ્યો વિરોધ
- આગામી સમયમાં વધુ એક આંદોલનના ભણકાર
સાબરકાંઠા :રાજ્ય સરકાર દ્વારા આશા વર્કરની વિવિધ માંગણીઓ સ્વીકારવાની વાત જે તે સમયે સરકાર સામે આંદોલન મોકૂફ રખાયું હતું. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ મામલે કોઇપણ પ્રકારની પ્રક્રિયા ન થતા હવે ગુજરાતભરમાં રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જે અંતર્ગત કેટલાય સમયથી પડતર માંગણીઓ અંગે કોઇ ઉકેલ ન આવતા આખરે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આગામી સમયમાં વધુ ઠોસ પગલાં ભરવાની ચીમકી આપી છે.જેના પગલે આજે હિંમતનગરના બગીચા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા
પડતર માંગણીઓ પૂરી ન થતાં વિરોધ
સરકાર દ્વારા કેટલીક નક્કી કરેલી જોગવાઈઓ અંગે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રદર્શન કરી સૂત્રોરચાર કર્યા હતા. તેમજ આગામી સમયમાં ચોક્કસ કોઈ નિર્ણય લેવાય તો સરકાર સામે વધુ એક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોકે, આગામી સમયમાં કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો આંદોલનની તૈયારી થઈ રહી છે. તે માટે શરૂ થયેલી હિલચાલ કેટલી મહત્વની પુરવાર થાય છે એ તો આગામી સમય બતાવશે.