- નેશનલ હાઇવે નંબર 8ના પ્રાંતિજ ટોલટેક્સ પર હંગામો
- કોન્ટેક ન આપવા મામલે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો
- સ્થાનિક કર્મચારીને માથાના ભાગે 15 ટાંકા લેવાયા
- સમગ્ર ઘટના CCTVમાં કેદ
સાબરકાંઠા : જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલનાકા પર રાત્રી દરમિયાન બબાલ સર્જાઈ હતી. જેમાં ટોલટેક્સ નહીં ભરવા મામલે ટોલટેક્સના સુપરવાઈઝર સહિતનાઓને માર મારતાં પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદી તજવીજ હાથ ધરાઇ છે. સાબરકાંઠાના પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલ ટેક્સ ઉપર ગત મોડી રાત્રિએ અજાણ્યા શખ્સો દ્વારા ટોલ ટેક્ષ ન ભરતા હંગામો સર્જાયો હતો. જેના પગલે ટોલ ટેક્સ સુપરવાઇઝર સહિત અન્ય લોકોને અજાણ્યા લોકો દ્વારા માર મરાયો છે તેમજ સુપરવાઈઝરને માથાના ભાગે વધુ ઇજા થતાં તેને હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે અજાણ્યા શખ્સોએ લાકડી, પાઇપ સહિત સળિયા વડે ટોલ ટેક્સના સુપરવાઈઝરને માર મારતાં સુપરવાઈઝરને માથાના ભાગે 15 ટાંકા આવ્યા હતા. તેમજ આ સમગ્ર ઘટના ટોલ ટેક્સ ઉપર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે પ્રાંતિજ પોલીસ મથકે ટોલ ટેક્સના કર્મચારી દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો : સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પર સ્થાનિકોનો હંગામો, પોલીસે મામલો થાળે પાડ્યો
અજાણ્યા શખ્સોએ અચાનક કર્યો હુમલો
પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલ ટેક્સ ઉપર ગત મોડી રાત્રિએ ટોલ ટેક્સના આપવા મામલે અચાનક ઉશ્કેરાઈ ગયેલા યુવકે કોઈ માર મારવાના ઇરાદે જ લાકડી પાઈપ તેમજ શરીર દ્વારા હુમલો કર્યો હતો. જેમાં ખાનગી કંપનીના સુપરવાઇઝર સહિત અન્ય લોકોને માર મરાતો હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. જોકે સુપરવાઇઝરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. હાલમાં તેની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે. સાથો સાથ પ્રાંતિજ પોલીસ મથકે આ મામલે ફરિયાદની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જોકે છેલ્લા એક વર્ષમાં પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલ ટેક્સ ઉપર હંગામો તેમજ બબાલનો સિલસિલો હજુ પણ યથાવત રીતે સર્જાઈ રહ્યો છે, ત્યારે આ મામલે વહીવટીતંત્ર દ્વારા ચોક્કસ પગલા લેવીની માગ સર્જાઈ છે.