- હિંમતનગર સ્મશાનગૃહમાં કોરોના મામલે બેદરકારી
- PPE કીટ અને માસ્ક ફેલાયેલી હાલતમાં મળ્યા
- સ્થાનિકોમાં ભય
સાબરકાંઠા: હિંમતનગરમાં આવેલા સ્મશાનગૃહમાં મૃતકોની અંતિમ વિધિ બાદ PPE કીટ અને માસ્ક ખુલ્લી હાલતમાં વેર વિખેર હાલતમાં મળી આવતા સ્થાનિક શહેરીજનો માટે ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ કોરોના સંક્રમણ અટકાવવા માટે વહીવટીતંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે હિંમતનગર નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવાની સગડી વચ્ચે PPE કીટ જોવા મળી હતી.
હિંમતનગર નગરપાલિકાની બેદરકારી
હિંમતનગર નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ થઈ રહી છે. ત્યારે અંતિમવિધિ બાદ કોરોના માટે વપરાયેલા PPE કીટ અને માસ્ક અંતિમવિધિની સગડી વચ્ચે ફેંકાયેલી હાલતમાં મળી આવ્યા છે. જેના પગલે સ્થાનિકો સહિત સ્મશાન ગૃહમાં જનારા લોકો માટે ભયનો માહોલ સર્જાયો છે. સામાન્ય રીતે કોરોના સંક્રમણ ફેલાવવા માટે કોરોનાગ્રસ્ત દર્દીનો સંપર્ક તેમજ દર્દી માટે વાપરવામાં આવેલી તમામ ચીજવસ્તુઓ કોરોના સંક્રમણ વધારનારૂ બની રહે છે. ત્યારે ફેંકાયેલી હાલતમાં મળી આવેલા માસ્ક અને કીટ હજુ પણ યથાવત હોવાથી પાલિકાની બેદરકારી બહાર આવી છે.
આ પણ વાંચો: માત્ર PPE કીટની ખરીદીમાં સરકારે વાપર્યા 31 કરોડ રૂપિયા
વધતા સંક્રમણ સામે ઠોસ કાર્યવાહી જરૂરી
એક તરફ કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે કોરોનાગ્રસ્ત વ્યક્તિના મૃત્યુ બાદ તેના માટે વપરાયેલી તમામ ચીજવસ્તુઓનો નિકાલ પણ એટલો જ જરૂરી છે. ત્યારે બેદરકારીના મામલે વહીવટીતંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી બને છે.
આ પણ વાંચો: ભરૂચના કોવિડ સ્મશાનમાં પિતાની ચિતા સામે દીકરીનું હૈયાફાટ રૂદન