ETV Bharat / state

Sabarkantha : 82 લાખ જેટલું લાઈટ બિલ બાકી, ન ભરાય તો ફરી એકવાર કનેક્શન કાપવાની ચીમકી

પ્રાંતિજ નગરપાલિકાએ છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ બિલ કપાતા હવે સ્થાનિકો (Prantij Municipality Electricity Department) સહિત વિપક્ષ માટે પણ પાલિકાનો વહીવટી ચર્ચાના એરણે પહોંચ્યો છે. જોકે આગામી સમયમાં અલ્ટીમેટમ પણ આપી ચૂકી છે. તો બીજી તરફ આગામી છ દિવસમાં વીજ બિલ ન ભરાય તો ફરી એકવાર નોટિસ સહિત વીજ કનેક્શન કાપવાની ચીમકી ઉચ્ચારી છે. (power connection in Prantij)

Sabarkantha : 82 લાખ જેટલું લાઈટ બિલ બાકી, ન ભરાય તો ફરી એકવાર કનેક્શન કાપવાની ચીમકી
Sabarkantha : 82 લાખ જેટલું લાઈટ બિલ બાકી, ન ભરાય તો ફરી એકવાર કનેક્શન કાપવાની ચીમકી
author img

By

Published : Jan 21, 2023, 11:43 AM IST

વીજ બિલ ન ભરાય તો ફરી એકવાર કનેક્શન કાપવાની ચીમકી

સાબરકાંઠા : પ્રાંતિજ નગરપાલિકાએ છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ કનેકશન કપાઈ ચૂક્યું છે. જે અંતર્ગત 82 લાખથી વધારેનું બિલ થઈ જતા પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પ્રાંતિજ પાલિકાના સ્ટેટ લાઈટ સહિતના 35થી વધારે કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે પાંચ લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે, પરંતુ એક તરફ પ્રાંતિજ નગરપાલિકામાં 60 ટકાથી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે. તો બીજી તરફ અણઘડ વહીવટ થતો હોવાની વાત પણ વિપક્ષ દ્વારા કરાઈ રહી છે.

આંદોલનની ચીમકી : પ્રાંતિજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, હાલમાં ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ પબ્લિકના પૈસે મસ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેમનો ભોગ પ્રાંતિજની તમામ નગરજનો ભોગવી રહ્યા છે. હાલમાં આ મામલે યોગ્ય વહીવટ સાથે ગટર કનેક્શન ન હોય તેવા લોકોને પણ વધારાનો વીજ વેરો ફટકારી દેવાયો છે. જો તાત્કાલિક ધોરણે તે દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. સાથો જ નગરપાલિકા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ દેવું ધરાવનારી પાલિકા બની રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે દેવામુક્ત નગરપાલિકા બનાવવા રજૂઆત કરાઈ છે. જોકે આગામી સમયે આ મામલે કોઈ પગલાં ન લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવા ચીમકી આપી છે.

આ પણ વાંચો : Electrocution Death : કંબોલામાં ખેતરમાં કરંટ લાગતા ખેડૂતનું મોત, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

વીજ કનેક્શન કાપી શકે છે : જોકે એક તરફ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સુગડ વહીવટની વાતો કરાઈ રહી છે. તો બીજી તરફ પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પાછલા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાયાની સાથોસાથ 82 લાખ જેટલું લાઈટ બિલ બાકી હોવાની રજૂઆત કરાઈ છે. તેમજ આગામી 26 જાન્યુઆરી સુધીમાં જો વીજ બીલ ન ભરાય તો ફરી એકવાર UGVCLના ધારા ધોરણ મુજબ નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ હાલના તબક્કે ગતરોજ રૂપિયા 5 લાખ જેટલી રકમ તાત્કાલિક ધોરણે ભરાયાના પગલે કપાયેલું વીજ કનેકશન હંગામી ધોરણે શરૂ કરાયુ છે, ત્યારે આગામી છ દિવસમાં જો વીજ બિલ નહીં ભરાય તો પ્રાંતિજ નગરપાલિકાનું વધુ એકવાર વીજં કનેક્શન કપાશે તે નક્કી છે.

આ પણ વાંચો : Patan News : ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા પાટણના ધારાસભ્યએ ઊર્જા પ્રધાનને લખ્યો પત્ર

ભ્રષ્ટાચારના આક્ષેપ : એક તરફ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સહિત પાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા છેવાડાના વ્યક્તિના વિકાસ માટે કરોડો રૂપિયાનું ભંડોળ આપવામાં આવે છે. તો બીજી તરફ સ્થાનિક કક્ષાએ અયોગ્ય વહીવટ સહિત ભ્રષ્ટાચારના આક્ષેપ થતાં હોવાના પગલે સ્થાનિક જનતાએ પણ ભોગવવું પડતું હોય છે. આગામી સમયમાં પ્રાંતિજ નગરપાલિકાની જનતાએ પાલિકામાં ચાલતા વહીવટીના પગલે કેવા અને કેટલા પરિણામો ભોગવવા પડશે એ તો સમય જ બતાવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.