ઇડર હિંમતનગર હાઈવે પર રિક્ષા પલટી મારતા મહિલા સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. જોકે સ્થાનિક ડી.વાય.એસ.પી હિતેશ ધાંધલીયા અકસ્માત સમયે એ રસ્તા ઉપરથી પસાર થતા હવાથી તેમણે તાત્કાલિક ધોરણે ઘાયલ મહિલા તેમજ બીજા વ્યક્તિને પોતાની ગાડીમાં સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.તો મોટાભાગે આવા અકસ્માત વખતે 108ને કોલ કરી દરેક વ્યક્તિ પોતાની માનવતા પૂર્ણ કર્યાનો અહેસાસ માને છે. જોકે ડી.વાય.એસ.પી.એ 108ને કોલ ન કરતાં તાત્કાલિક સહાય મળી એ બાબતને પ્રાધાન્ય આપી પોતાની ગાડીમાં જ ત્રણે વ્યક્તિઓને સિવિલમાં સારવાર કરાવવાની બાબતની પ્રાથમિકતા આપી હતી.
સામાન્ય રીતે પોલીસનું નામ પડે એટલે કડકાઈ તેમજ જોર-જબરદસ્તીની દ્રશ્ય ઉભું થાય પરંતુ પોલીસ પણ આખરે માનવી છે. આ બાબતને ક્યારેક જ પ્રદર્શિત થતી હોય છે, જે આજે સાબરકાંઠાની આ ઘટનાથી સાબિત થયું છે. જોકે દરેક પોલીસ કર્મી આવી માનવતા દાખવી તો સમાજમાં પોલીસને જોઈ ડર અનુભવવાની જગ્યાએ દરેક વ્યક્તિ પોલીસને જોઈ સલામતી અનુભવે એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી.