ETV Bharat / state

PM મોદી ફરી આવશે ગુજરાત, કરશે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

author img

By

Published : Jul 6, 2022, 1:20 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15થી 17 જુલાઈ દરમિયાન ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit)આવશે. આ વખતે વડાપ્રધાન 15 જુલાઈએ સાબરકાંઠામાં જાહેરસભાને (PM public meeting in Sabarkantha) સંબોધશે. આ ઉપરાંત વડાપ્રધાન અન્ય કયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આવો જાણીએ.

PM મોદી ફરી આવશે ગુજરાત, કરશે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
PM મોદી ફરી આવશે ગુજરાત, કરશે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સાબરકાંઠાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી (PM Modi Gujarat Visit) રહ્યા છે. આ વખતે તેઓ 15થી 17 જુલાઈ દરમિયાન ગુજરાત (PM Modi Gujarat Visit) આવશે. વડાપ્રધાન 15 જુલાઈએ સાબરકાંઠામાં જાહેરસભા (PM public meeting in Sabarkantha) સંબોધશે. સાથે જ વિવિધ ખાતમુહૂર્ત અને સાબર ડેરીના 2 પ્રોજેક્ટનું લોકાર્પણ (Inauguration of Sabar Dairy Project) પણ કરશે. ત્યારે હવે વડાપ્રધાનના આગમનના કારણે વહીવટી તંત્ર અત્યારથી જ સજ્જ બન્યું છે.

PM મોદી ફરી આવશે ગુજરાત

આ પણ વાંચો-PM મોદીને વળાવવા માટે CMએ જોવી પડી રાહ, શું હતું કારણ, જૂઓ

વડાપ્રધાન ત્રણ દિવસ ગુજરાતમાં - વડાપ્રધાન આ ત્રણ દિવસની ગુજરાત મુલાકાત (PM Modi Gujarat Visit) દરમિયાન સાબરકાંઠા, કચ્છ અને ગાંધીનગરમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જોડાશે. તે અંતર્ગત 15 જુલાઈએ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં અંદાજિત 200 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચથી બનેલા પાવડર પ્લાન્ટનું તેઓ લોકાર્પણ (Inauguration of Sabar Dairy Project) કરશે.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા સેનાની અલ્લુરીની પ્રતિમાનું અનાવરણ કર્યું

તંત્ર સુવિધામાં વ્યસ્ત - બીજી તરફ 600 કરોડ રૂપિયાથી વધુની કિંમતમાં તૈયાર થનારા ચીઝ પ્લાન્ટનું પણ તેઓ ખાતમુહૂર્ત કરશે. આના કારણે વહીવટી તંત્ર અત્યારથી જ તમામ સુવિધાઓ કરવામાં વ્યસ્ત બની છે. જોકે, સાડા ત્રણ લાખથી વધારે સભાસદ ધરાવતી સાબર ડેરી દ્વારા આગામી સમયમાં કરોડોનું લોકાર્પણ (Inauguration of Sabar Dairy Project) તેમ જ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના સભાસદોમાં પણ આ મામલે અનોખી ખુશીનો માહોલ સર્જાયો છે.

પશુપાલકોની માગ - એક તરફ લાખો કરોડો રૂપિયા આધારિત ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. બીજી તરફ આજની તારીખે પણ દિન પ્રતિદિન મોંઘા ઘાસચારા સહિત દૂધ અને દૂધની બનાવટો મામલે પોષણક્ષમ ભાવો ન મળવાની ફરિયાદ પશુપાલકો યથાવત્ છે. ત્યારે હવે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) સહિત સાબર ડેરીના સત્તાધીશો ચોક્કસ પગલા લે તેવી પશુપાલકોને માગ છે. જોકે આ મામલે આગામી સમયમાં કેવા અને કેટલા પગલાં લેવાશે એ તો સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.