ETV Bharat / state

વડાપ્રધાને કહ્યું સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય - સાબર ડેરી પાવડર પ્લાન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠામાં (PM Modi Sabarkantha Visit )સાબર ડેરીના (Sabar Dairy ) 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું. સાથે જ વડાપ્રધાને ભૂરાભાઈને યાદ કર્યા હતા.

વડાપ્રધાને કહ્યું સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય

author img

By

Published : Jul 28, 2022, 2:02 PM IST

Updated : Jul 28, 2022, 3:47 PM IST

સાબરકાંઠાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબર ડેરીએ આવી (PM Modi Sabarkantha Visit )પહોંચ્યા હતા. વડાપ્રધાને સાબર ડેરી (Sabar Dairy )પહોંચી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબરડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. સાથે જ વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.

સાબર ડેરીની ક્ષમતામાં વધુ વધારો થશે - પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે, 'આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. અહીં સેંકડો કરોડના નવા પ્રોજેક્ટ્સ સ્થપાઈ રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મિલ્ક પાવડર પ્લાન્ટ અને એ-સેપ્ટિક પેકિંગ વિભાગમાં વધુ એક લાઇનના ઉમેરા સાથે સાબર ડેરીની ક્ષમતામાં વધુ વધારો થશે. પીએમએ વધુમાં( Launching and Khatmuhurt of the project in Sabarkantha)જણાવ્યુ કે, 'જેમ જેમ સિંચાઇની સુવિધાઓનો ગુજરાતમાં વિસ્તાર થયો, એમ એમ કૃષિ અને પશુપાલનના ક્ષેત્રમાં અમે ઘણો જ વિકાસ કર્યો અને ડેરીએ તેને મોટી તાકાત આપી.

આ પણ વાંચોઃ PM મોદી આજે સાબરકાંઠાના પ્રવાસે, કરશે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડાપ્રધાને ભુરાભાઈ પટેલને યાદ કર્યા - આજે જે નવા પ્લાન્ટોનું લોકાર્પણ થયું છે અને જેનું ભૂમિપૂજન થયું છે એ સાબર ડેરીના સામર્થ્યને વધારવામાં મદદ કરશે. હું સાબર ડેરી અને આ આંદોલન સાથે જોડાયેલા તમામને હ્રદયપૂર્વક અભિનંદન આપું છું. પીએમે જનતાને ગુજરાતીમાં કહ્યું હતું કે જ્યારે સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય. ભૂરાભાઈ પટેલે દસકા પહેલા જે પ્રયાસ શરૂ કર્યો હતો, એ આજે લાખો લોકોનું જીવન બદલવામાં મદદ કરી રહ્યો છે. અહિં સાબરકાંઠામાં આવીએ એટલે કાંઈ નવું ન લાગે પણ રોજ કાંઈક નવું થતું દેખાય. સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે જ્યાં મારું જવાનું ન થયું હોય. ઈડર વડાલી ખેડ ના અવાજ હું આવું એટલે મારા કાનમાં ગુંજે છે.

ગામોમાં પ્રથમ આવી 20 મંડળીઓની રચના કરી - ભુરાભાઈ કોડીદાસ પટેલ એક મહાન સ્વપ્નદ્રષ્ટા હતા. તે સમયે ખાનગી દૂધ સપ્લાયરો અને દૂધના ઠેકેદારો દ્વારા શોષણનો ભોગ બનેલા અન્ય ખેડૂતો સાથે મળીને દૂધ સહકારી મંડળી બનાવવાનું તેમનું સ્વપ્ન હતું. ત્યારબાદ તેમણે ડો. વર્ગીસ કુરિયનના માર્ગદર્શન અને સલાહથી દૂધ સહકારી મંડળીની રચના કરી અને અમદાવાદ ખાતેની મ્યુનિસિપલ ડેરીને દૂધ એકત્ર કરીને સપ્લાય કરવાનું શરૂ કર્યું.

દૂધ પ્રોસેસિંગ સુવિધાની જરૂરિયાત અનુભવાઈ - સોસાયટીઓ શરૂ કરવામાં આવી હતી. ચળવળના સમર્થનમાં વધુને વધુ ખેડૂતો એકઠા થયા હોવાથી મોટા પાયે દૂધ પ્રોસેસિંગ સુવિધાની જરૂરિયાત અનુભવાઈ હતી કારણ કે અમદાવાદની મ્યુનિસિપલ ડેરી, ગ્રાહકલક્ષી ડેરી હોવાને કારણે, જિલ્લામાંથી મેળવેલા તમામ દૂધને સ્વીકારી શકતી નથી, અને પ્રક્રિયા કરવા માટે. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (સાબર ડેરી) નામની દૂધ પ્રક્રિયા કરતી ડેરીનો જન્મ થયો હતો.

આ પણ વાંચોઃ Rakshabandhan 2022 : 1500 રાખડીઓથી સ્વામિનારાયણ ભગવાન સજ્યા, રક્ષાકવચ જશે વિદેશમાં

ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં - પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો છે. આજે મહિલાઓ દુધ-મંડળીઓ ચલાવી રહી છે, મધનું ઉત્પાદન બમણું થયું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા 3 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે.

Last Updated : Jul 28, 2022, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.