- સાબરકાંઠાથી ઉમિયા ધામ સુધીની પદયાત્રા
- વિશ્વ શાંતિ માટે ધજા સાથે પદયાત્રીઓ પહોંચશે ઉંઝા
- 251 ગજની ધજા માં ઉમિયાને કરશે અર્પણ
હિંમતનગરઃ સાબરકાંઠા વડાલીના હિંમતપુર ગામના યુવાનોએ વિશ્વશાંતિ માટે ગુરુવારે પદયાત્રાની શરૂઆત કરી છે. આગામી ત્રણ દિવસ સુધી પદયાત્રા યથાવત રહેવાના પગલે ઊંઝા પહોંચશે. જોકે આ પદયાત્રા કોઈ પણ વ્યક્તિ વિશેષ માટે નહીં પરંતુ વિશ્વ શાંતિ માટે યોજવામાં આવી છે. સામાન્ય રીતે કોઈપણ પદયાત્રા વિશેષ કે વ્યક્તિગત સ્વાર્થ માટે હોય છે. સાબરકાંઠાના વડાલીથી યોજાયેલી આ પદયાત્રા સમગ્ર વિશ્વ શાંતિ નિમિત્તે યોજાઈ છે. આ પદયાત્રા આગામી ત્રણ દિવસની પદયાત્રા માટે ખાસ યોજાઇ છે.
સાબરકાંઠાના વડાલીથી યોજાઈ પદયાત્રા
સાબરકાંઠાના વડાલી ખાતેથી યોજાયેલી આ પદયાત્રા આગામી ત્રણ દિવસ સુધી ઊંઝા ધામ તરફ આગળ વધશે. જે અંતર્ગત ત્રણ દિવસ બાદ 151 યુવાનો દ્વારા 251 ગજની ધજા જગતજનનીને અર્પણ કરી વિશ્વ શાંતિની પ્રાર્થના કરશે.
ત્રણ દિવસમાં પદયાત્રા થશે પૂર્ણ
ઉમિયાધામ પહોંચવા માટે યોજાયેલી આ પદયાત્રા માત્ર 151 જેટલા યુવકો સતત ત્રણ દિવસ સુધી પદયાત્રા યોજી છે, જે ઉમિયાધામ પહોંચશે. જોકે યાત્રાની શરૂઆતથી જ સ્થાનિક યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.