સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લો મોટેભાગે કપાસના વાવેતર માટે જાણીતો છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો પ્રભાવને પગલે ગત વર્ષે હજારો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.
જો કે, હવે ખેડૂતો કપાસના બદલે મગફળીનો પાક વાવી રહ્યા છે. જે દિનપ્રતિદિન ખેડૂતો માટે નફાકારક સાબિત થઇ રહ્યો છે. જેના પગલે આ વર્ષે 40 હજાર હેક્ટરથી વધારેની જમીન પર માત્ર કપાસનું વાવેતર કરાયું છે. મોટાભાગે મગફળીનું વાવેતર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાનો ભાવ જરૂરિયાત મુજબ નક્કી કરવામાં આવે છે. જે નુકસાનીનું કારણ ન બને તે મહત્વનું છે.